હવે આંગળી પર લગાવેલ પટ્ટીથી સ્વાસ્થ્યની સ્થિતિ જાણી શકાશે

લોગવિચાર :

રિસર્ચરોએ એક ખાસ પ્રકાર ની પટ્ટી તૈયાર કરી છે જે સાધારણ બેંડ-એડઇ ની જેમ લાગી જતી આ પટ્ટી પરસેવાના વિશ્‍લેષણથી લોહીમાં રહેલ સુગર, વિટામીન  દવાઓ અને અન્‍ય પદાર્થોમાં લેવલને માપી શકે છે. આ રીસર્ચ નેચર ઇલેકટ્રોનીકસ જનર્રલમાં પ્રકાશિત થયું છે.

રિચર્સ દરમ્‍યાન એક વ્‍યકિતને આખો દિવસ આ પટ્ટી પહેરાવાઇ હતી અને તેના જમવા દરમ્‍યાન લોહીમાં સુગરનું લેવલ, વ્‍યાયામ દરમ્‍યાન લેકટેરનું લેવલ સંતરાનો રસ પીવા સમયે વીટામીન સી નું લેવલ અને ફવા બીન્‍સ ખાધા પછી લેવોડોપાનુ લેવલ માપવામાં આવ્‍યું રિસર્ચરોએ જણાવ્‍યું કે આગંળીના ટેરવા સૌથી વધારે પસીનો ઉત્‍પન્ન કરનારા અંગ હોય છે. તે બીજા ભાગોની સરખામણીએ ૧૦૦ થી ૧૦૦૦ ગણો વધારે પરસેવો ઉત્‍પન્ન કરે છે.

કેવી રીતે કામ રે છે પટ્ટી?

આ પટ્ટીમાં બાયોફયુલ સેલ હોય છે, જે પરસેવામાં રહેલ રસાયણોને વિજળીમાં ફેરવે છે. ત્‍યાર પછી આ વીજળી સ્‍ટ્રેચબલ સીલ્‍વર કલોરાઇડ- ઝીંક બેટરીમાં સંગ્રહિત થઇ જાય છે. બેટરી ચાર સેન્‍સરને વીજળી આપે છે. જે. લોહીમાં ગ્‍લુકોઝ, વીટામીન સી અથવા લેવોડેપા (પાર્કીન્‍સન રોગની સારવારમાં વપરાતી એક દવા) જેવી ચીજો માપે છે. ત્‍યાર પછી પટ્ટીમાં લાગેલ એક નાની ચીપ સેન્‍સરના સીગ્નલ પ્રોસેસ કરીને એ ડેટાને બ્‍લુટૂથના માધ્‍યમથી ટ્રાન્‍સમીટ કરે છે.