હવે હિટ માટે બોલિવૂડ સિકવલની નૈયાના સહારે

લોગવિચાર :

છેલ્લા ઘણા સમયથી સતત ફલોપ થઈ રહેલી ફિલ્મોથી પરેશાન ફિલ્મવાળાઓ હિટ ફિલ્મની તલાશમાં સિકવલ ફિલ્મોના સહારે પોતાની નૈયા પાર લગાવવામાં લાગ્યા છે. આવનારા દિવસોમાં બોકસ ઓફિસ પર લગભગ બે ડઝન સિકવલ ફિલ્મો રિલીઝ થનાર છે.

ઉલ્લેખનીય છે કે ઈન્ડીપેન્ડન્સ ડે વીકએન્ડ પર રિલીઝ ફિલ્મ ‘સ્ત્રી-2’ની બંપર સફળતાએ ફિલ્મવાળાઓને બોકસ ઓફિસ સફળતાની નવી ફોર્મ્યુલા સુઝાડી છે. આ પહેલા ‘ગદર-2’ અને ‘ભુલભુલૈયા-2’ જેવી સિકવલ ફિલ્મો પણ બોકસ ઓફિસ પર ધમાલ કરી ચૂકી છે.

આ કારણે આવનારા દિવસોમાં દરેકને સિકવલ ફિલ્મો પર જોરદાર કમાણીની આશા છે. દાખલા તરીકે દિવાળી અને ક્રિસમસ પર રિલીઝ થનારી સિકવલ ફિલ્મો સિંઘમ-3, ભુલભુલૈયા-3 અને ‘સિતારે જમીં પર’ હર કોઈને આશા છે.

આ પહેલા બોલિવુડમાં સાઉથની રિમેક ફિલ્મોનો ઘણો ક્રેઝ હતો. પણ ઓટીટી પર સાઉથની ફિલ્મો પહેલાથી જ રિલીઝ થઈ જવાને લઈને હવે ફિલ્મ વાળાએ હિન્દી ફિલ્મોની સિકવલ બનાવવાની તૈયારીમાં લાગી ગયા છે. હાલમાં જ સૈફઅલીખાનની સુપરહિટ ‘રેસ’ ફ્રેન્ચાઈઝીની ચોથી ફિલ્મ ‘રેસ-4’ની વાપસીની ખબર આવી છે.

જયારે ડાયરેકટર મધુર ભંડારકર પણ પોતાની સુપરહિટ ફિલ્મ ‘ફેશન’ની સિકવલની સંભાવના શોધી રહ્યા છે. આ ઉપરાંત રાની મુખર્જી સ્ટારર ફિલ્મ ‘મર્દાની’ની ત્રીજી સિકવલની પણ જાહેરાત થઈ છે.

અક્ષયકુમારની ઢગલાબંધ સિકવલ ફિલ્મો: ઢગલાબંધ ફલોપ ફિલ્મો આપનાર અક્ષયકુમારની ઢગલાબંધ સિકવલ ફિલ્મો આવી રહી છે. આવતા વર્ષે તેમની સિકવલ ફિલ્મો ‘જોલી એલએલબી-3’, ‘હાઉસફુલ-5’, ‘વેલકમ-3’, ‘હેરાફેરી-3’, ‘આવારા પાગલ દિવાના-2’ આવશે.

અજય દેવગનની એક પછી એક સિકવલ: અજય દેવગનની ‘મેદાન’, ‘ઔરોં મેં દમ કહાં થા’ને બોકસ ઓફિસ પર સારો રિસ્પોન્સ નહોતો મળ્યો જયારે તેની સિકવલ ફિલ્મ ‘દ્દશ્યમ-2’ સુપર હિટ રહી હતી એટલે અજય દેવગન હવે તેની હિટ ફિલ્મની સિકવલના સહારે બોકસ ઓફિસનું મેદાન જીતવાનું પ્લાનીંગ કરી રહ્યા છે. હાલમાં જ અજયે ‘સન ઓફ સરદાર’ની સિકવલનું શુટીંગ શરૂ કરી દીધું છે.

દિવાળી પર તેની ફિલ્મ સિંઘમ ફ્રેન્ચાઈઝીની ‘સિંઘમ-3’ આવી રહી છે. ખબર છે કે તેની ફિલ્મ ‘શૈતાન’ની સિકવલ ‘શૈતાન-2’ પર પણ કામ શરૂ થઈ રહ્યું છે.
અન્ય સ્ટાર્સ પાછળ નથી: સલમાનખાન, ઋત્વિક રોશન, આમીરખાનની ફિલ્મોની પણ સિકવલ આવી રહી છે. આ ફિલ્મોમાં ‘પતિ, પત્ની ઔર વો’, ‘બોર્ડર-2’, ‘ખાકી-2’, ‘નો-એન્ટ્રી-2’ વગેરેનો સમાવેશ થાય છે.

આવનારી સિકવલ ફિલ્મો
રેસ-4, ફેશન-2, મર્દાની-3, ધમાલ-4, ભૂલ ભુલૈયા-3, સિંઘમ-3, રેડ-2, દે દે પ્યાર દે-2, સન ઓફ સરદાર-2, શૈતાન-2, દ્દશ્યમ-3, ગોલમાલ-5, હાઉસફુલ-5, વેલકમ-3, જોલી એલએલબી-3, હેરાફેરી-3, આવારા પાગલ દિવાના-2, પતિ, પત્ની ઔર વો-2, સિતારે જમીન પર, વોચ-2, બોર્ડર-2, ખલનાયક-2, ખાકી-2, તનુ વેડસ મનુ-3 નો એન્ટ્રી મે એન્ટ્રી, કિક-2, ક્રિસ-4.