લોગ વિચાર :
હાકુંભમાં મૌની અમાવસ્યાનાં અમૃત સ્નાન વખતે સર્જાયેલી કરૂણાંતિકા બાદ શ્રેણીબદ્ધ પગલા લેવામાં આવ્યા જ છે. મહાકુંભમાં જતા શ્રધ્ધાળુઓ કાશી અને અયોધ્યામાં પણ દર્શનાર્થે જતા હોવાથી આ ધાર્મિક સ્થળોએ પણ માનવ મહેરામણ ઉમટી રહ્યું છે. ત્યારે કાશીમાં વહિવટીતંત્રે ભાવિકોને નહીં આવવાની અપીલ કરી છે.ઉપરાંત પાંચ ફેબ્રૂઆરી સુધી દશાશન મેઘધાર પરની આરતી પણ બંધ રાખવાની જાહેરાત કરી છે.
કાશીમાં ગઈકાલે એક સાથે 25 લાખ ભાવિકો ઉમટી પડતા વહિવટી તંત્રમાં દોડધામ થઈ પડી હતી. કાશી વિશ્ર્વનાથના દર્શન કરવા ઉપરાંત ઘાટ પર યોજાતી ગંગા આરતીમાં સામેલ થવાનો ઈરાદો હતો. દશાશ્વમેઘ ઘાટ પર જબરજસ્ત ભીડ સર્જાઈ હતી અને પગ મુકવાની જગ્યા ન હોવાનો ઘાટ સર્જાયો હતો.
કોઈ અનિચ્છનીય બનાવ બનવાની ચિંતા વ્યકત થવા લાગી હતી. માનવ પ્રવાહ વધતો રહેવાની ગણતરીએ તંત્ર દ્વારા ભાવિકોને કાશી ન આવવાની અપીલ કરવામાં આવી હતી. દશાશ્યમેઘ ઘાટના અધ્યક્ષ સુશાંત મિશ્રાએ કહ્યું કે, ભાવિકોનો પ્રવાહ એટલો જબરજસ્ત હતો કે ઘાટથી ઉપરના ભાગો પણ જામ થઈ ગયા હતા.
દિવાળીના તહેવારોમાં પણ આટલી મોટી સંખ્યામાં ભાવિકો હોતા નથી. મહાકુંભની સાથોસાથ કાશીયાત્રા કરી લેવાનો ઈરાદો સ્વાભાવીક છે આ સ્થિતિમાં દશાશ્વમેઘ ઘાટ પર આગામી 5 ફેબ્રૂઆરી સુધી ગંગાઆરતી પર લોકોને સામેલ થવા પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે.