સિંધુ જળ સંધિના મુદ્દે ભારતે યુએનમાં પાણી વગર પાકિસ્તાનને 'ધોયું'

લોગ વિચાર.કોમ

પહેલગામ હુમલાના પગલે ભારતે પાકિસ્તાન સાથેની સિંધુ જળ સંધી સ્થગીત કરી તે મુદો સંયુક્ત રાષ્ટ્રસંઘ સુધી લઈ જવાના પાકનું વલણ તેનેજ ભારે પડયું છે.

ભારતે આ સમજુતીમાં જે બન્ને દેશો વચ્ચે સહયોગનો હાર્દ છે તે પાકે જ તોડયો હોવાનું અને ભારત સાથે દુશ્મનાવટ ભર્યા વલણ ત્રણ ત્રણ યુદ્ધ અને અનેક ત્રાસવાદી હુમલા કરાવ્યા તેવી લતાડ સાંભળવી પડી હતી.

રાષ્ટ્રસંઘમાં સિંધુ જળ સમજુતી ફોર્મ્યુલા બેઠકમાં રાષ્ટ્રસંઘ ખાતેના ભારતના કાયમી પ્રતિનિધિ પી.હરીશે આકરા શબ્દોમાં પાકને ધોઈ નાખ્યુ હતુ અને પાક પ્રતિનિધિ પાસે તેનો જવાબ જ ન હતો.

ભારતે જણાવ્યું કે, આ સંધી સ્થગીત કરવાની ભારતને ફરજ પડી છે. કારણ કે અમોએ પાણી વહેવા દીધું. પાકે લોહી વહાવ્યુ છે. પાક ત્રાસવાદી હુમલામાં 20000થી વધુ ભારતીયો માર્યા ગયા છે અને બન્ને દેશોએ ત્રણ ત્રણ યુદ્ધ પાકના કારણે ખેલ્યા છે.

શ્રી પી.હરીશે કહ્યું કે, 65 વર્ષ પુર્વે ભારતે વિશ્વાસ સાથે આ સંધી કરી હતી અને તે નિભાવવા તમામ પ્રયાસો કર્યા હતા પણ પાક હંમેશા ભારત વિરુદ્ધ ત્રાસવાદ સહિતના એજન્ડા જ અમલી બનાવ્યા છે.

આતંકી હુમલામાં ભારતના 20000થી વધુ નાગરિકોના જીવ ગયા છે. પહેલગામ હુમલામાં પણ ભારતે ફકત આતંકીઓ તથા તેના મથકોને નિશાન બનાવ્યા છે પણ જળસિંધુના 65 વર્ષથી બંધના માળખા અને ટેકનીકમાં ઘણો બદલાવ આવ્યો છે અને કેટલાક જૂના બાંધોની સુરક્ષા મુદે પણ પ્રશ્ન છે.

પાકે તેઓ ફેરફારમાં પણ વિધાન સર્જયા છે અને તેથી ભારતની નાગરિકતા જીવન પર પણ ખતરો છે અને બે વર્ષથી હવે તમો ફેરફારની ચર્ચા કરતા હતા પણ પાકનું વલણ હંમેશા નકારાત્મક રહ્યું છે. જેથી હવે ભારતે એ નિર્ણય કર્યો છે કે જયાં સુધી પાક પ્રેરીત ત્રાસવાદ અને ભારત વિરુદ્ધ દુશ્મનાવટ રહેશે ત્યાં સુધી આ યોજના સ્થગીત રહેશે.