લોગ વિચાર :
આગામી 21 મી જુને આંતર રાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાશ્મીરની મુલાકાતે જવાની અને વિખ્યાલ દાલ લેકના કિનારે યોગના કાર્યક્રમમાં સામેલ થવાના સંકેતો છે.
દેશના વડાપ્રધાન તરીકે સતત ત્રીજી વખત કાર્યભાર સંભાળ્યા બાદ નરેન્દ્ર મોદીની આ પ્રથમ કાશ્મીર મુલાકાત હશે.મોદીની સંભવીત મુલાકાતને પગલે કાશ્મીરમાં વહીવટીતંત્ર દ્વારા જોરશોરપૂર્વક તૈયારી શરૂ કરી દેવામાં આવી છે.દાલ લેકના કિનારે આવેલા ઈન્ટરનેશનલ ક્ધવેનશન સેન્ટર ખાતે મોદીની હાજરીમાં યોગ કાર્યક્રમ થશે.
કાશ્મીરનાં સીનીયર અધિકારીએ કહ્યું કે 21 મીનાં યોગ કાર્યક્રમમાં ભાગ લેવા મોદી 20 મીએ જ શ્રીનગર પહોંચી જશે. તેમની હાજરીમાં થનારા કાર્યક્રમમાં હજારો લોકો જોડાય તેવી સંભાવના છે.મોદીની મુલાકાતને ધ્યાને રાખીને એકાદ દિવસમાં જ એસપરીજીની ટીમ શ્રીનગર પહોંચી જશે કાર્યક્રમ સ્થળને સેનીટાઈજ કરાશે.
સુરક્ષાથી માંડીને તમામ જડબેસલાક વ્યવસ્થા ગોઠવવાની સુચના આપવામાં આવી છે. રાજયભરનાં રમત ગમતનાં ખેલાડીઓને પણ આ કાર્યક્રમમાં સામેલ થવા સુચવવામાં આવ્યું છે. કાશ્મીરનાં ભાજપ સંગઠન દ્વારા પણ મોદીને સત્કારવાની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે આ પુર્વે મોદી ગત માર્ચમાં કાશ્મીરની મુલાકાતે ગયા હતા.