ફરી એકવાર આમિર ખાન સામાજિક વ્યંગ પર ફિલ્મ કરશે

લોગ વિચાર :

આમિરખાન હાલમાં તેના નિર્માણ હેઠળ બનતી ફિલ્મોમાં ખૂબ વ્યસ્ત છે. એવામાં જાણવા મળ્યું છે કે, તે સમાજની નિંદા કરતા વિષયને આગામી ફિલ્મમાં દેખાડવાનો છે. સાથે જ એમાં મજાક પણ જોવા મળશે.

આ ફિલ્મને રાજકુમાર સંતોષી ડિરેકટ કરશે. જો કે હજી સુધી એ ફિલ્મ વિશે નકકી આમીરે કે ડિરેકટરે નથી આપ્યું. આમીર હાલમાં રાજકુમાર સંતોષીની ફિલ્મ ‘લાહોર 1947’, વીર દાસની કોમેડી ફિલ્મ ‘હેપી પટેલ’ અને ‘સિતારેં ઝમીન પર’માં વ્યસ્ત છે.

આમિર છેલ્લે 2022માં આવેલી ફિલ્મ ‘લાલસિંહ ચઢ્ઢા’માં જોવા મળ્યો હતો. એ ફિલ્મ કંઈ ખાસ કમાલ નહોતી કરી શકી.