વિધ્ન હર્તાના ચરણોમાં એક લાખ પેન : બાદમાં વિદ્યાર્થીઓને વિતરણ

લોગ વિચાર :

એક પ્રેરણાદ્યોત અભિયાનરૂપે આંધ્રપ્રદેશના કોનાસીમાં ડિસ્ટ્રીકટમાં ગણપતિબાપાના ઐનવિલી મંદિરમાં વાર્ષિક એજયુકેશનલ ફેસ્ટીવલ એકદમ અલગ રીતે ઉજવાય છે. આ ફેસ્ટીવલમાં વસંત પંચમી અને કે સરસ્વતી પુજાના દિવસે મંદિરના પુજારીએ ભગવાન વિધ્નેશ્વરનાં ચરણોમાં 1 લાખ પેન ધરાવીને વિશેષ પ્રાર્થના કરી હતી.

વિદ્યાર્થીઓને આગળ વધવાની પ્રેરણા આપતો આ એજયુકેશનલ ફેસ્ટીવલ અને પૂજા દર વર્ષે ત્રણ દિવસ સુધી કરવામાં આવે છે. વિદ્યાની દેવી સરસ્વતીને વસંત પંચમીના દિને બાળકો અને તેમનાં માતાપિતા સાથે વિશેષ પ્રાર્થના કરવામાં આવે છે અને પછી પ્રભુને ચરણે ધરાયેલી પેન વિદ્યાર્થીઓને વહેંચી દેવામાં આવે છે.