લોગ વિચાર :
પંજાબ કિંગ્સના વિકેટકીપર બેટ્સમેન જીતેશ શર્માએ એન્જીનિયર શાલકા મકેશ્વર સાથે સગાઈ કરી છે. 30 વર્ષીય ક્રિકેટરે ઈન્સ્ટાગ્રામ પર પોતાના ચાહકોને આ સમાચાર આપ્યા હતા . જીતેશ શર્માએ તેની સગાઈની કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી જીતેશ અને શલાકાએ તેમની ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર કેપ્શન આપ્યું.
’આ વિચિત્ર દુનિયામાં, અમે 8.8.8.8 ઓગસ્ટ 2024 ના રોજ કાયમ માટે મળી ગયા. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ આ પોસ્ટ બાદ જિતેશ પર અભિનંદનનો વરસાદ વરસાવ્યો હતો. ઘણા ક્રિકેટરોએ સોશિયલ મીડિયા પર જીતેશને તેની સગાઈ માટે અભિનંદન પાઠવ્યા હતા.
ભારતના નવા ટી ટ્વેન્ટી કેપ્ટન સૂર્યકુમાર યાદવે પણ શુભેચ્છાઓ પાઠવી અને લખ્યું - ભાઉ અને વાહિની બંનેને ખૂબ ખૂબ અભિનંદન. રુતુરાજ ગાયકવાડે જીતેશનું "મેરિડ ક્લબ"માં સ્વાગત કર્યું અને તેને અભિનંદન પાઠવ્યા, જ્યારે શિવમ દુબેએ પણ નવા યુગલને શુભેચ્છા પાઠવી હતી.