લોગ વિચાર.કોમ
પાકિસ્તાન સામે પહેલગામ હુમલા બાદ શરૂ કરાયેલા ઓપરેશન સિંદુરમાં ભારતે લશ્કરી અને ડિપ્લોમેટીક બન્ને મોરચે આક્રમક વલણ લીધુ છે તે સમયે હવે એ પણ સ્પષ્ટ થયુ છે કે ભારત માટે મોસ્ટ વોન્ટેડ અને અનેક ત્રાસવાદી હુમલાના માસ્ટર માઈન્ડ હાફીસ સઈદ, મસૂદ અઝહર સહિતના ત્રાસવાદીઓને ભારતને સુપ્રત નહી થાય ત્યાં સુધી ઓપરેશન સિંદુર ચાલુ જ રહેશે.
ભારતમાં ત્રાસવાદી હુમલા માટે જવાબદાર અનેક ટોચના ત્રાસવાદીઓ હવે પાકમાં શરણ લઈને ભારત વિરુદ્ધ હુમલા સહિતના ત્રાસવાદી કૃત્યો કરી રહ્યા છે. આ સમયે ઈઝરાયેલ ખાતેના ભારતના રાજદૂત જે.પી.સિંઘે અત્યંત સ્પષ્ટ કર્યુ છે કે પાકિસ્તાને ત્રાસવાદની નિકાસ કરવાનું બંધ કરવું પડશે એટલુ જ નહી. ભારત માટે જે જે મોસ્ટવોન્ટેડ અને અપરાધી ત્રાસવાદીઓ છે. તેઓને ભારતને સુપ્રત કરવા પડશે.
જેથી તેમની સામે ન્યાયીક કાર્યવાહી થઈ શકશે અને જયા સુધી પાક. તેમ નહી કરે ત્યાં સુધી ઓપરેશન સિંદુર ચાલુ જ રહેશે. ભારતે અગાઉ જ જાહેર કર્યુ છે કે ઓપરેશન સિંદુર ચાલુ જ છે અને તે એક બાદ બીજા તબકકામાં આગળ વધે છે. ભારતે એ પણ સ્પષ્ટ કર્યુ છે કે હવે તો કોઈપણ ત્રાસવાદી હુમલો એ યુદ્ધ જ ગણી લેવાશે.
આમ પાકને ‘નોટીસ’ પર મુકી દેવાયુ છે. આ સમયે ઈઝરાયેલ ખાતેના ભારતીય રાજદૂતે હાફીસ સઈદ, સાજીદમીર, મઝહર મસૂદ, જાકીર રહેમાન સહિતના વૈશ્વિક સ્તરે જેઓને ત્રાસવાદી જાહેર કરાયા છે.
તે ઉપરાંત ભારતના વોન્ટેડ જે પાકમાં શરણ લઈ રહ્યા છે. તેઓને ભારતને સુપ્રત કરવા પડશે. તેઓએ ઈઝરાયેલના ટીવી સાથેની એક વાતચીતમાં કહ્યું કે ઓપરેશન સિંદુર એ પાકના ત્રાસવાદ સામે ચલાવવામાં આવી રહ્યું છે.
પહેલગામમાં ધર્મ પુછીને ગોળી ચલાવવામાં આવી છે અને 26 નિર્દોષની હત્યા થઈ છે. તેઓએ કહ્યું કે લશ્કરી સ્તરે પણ ઓપરેશન પુરુ થયું નથી. તે હાલ સ્થગીત છે. ભારતે એક એવી સ્થિતિ સર્જી છે.
જે હવે ન્યુનોર્મલ એટલે કે રોજબરોજના કામમાં છે. જયાં ભારત વિરોધી આતંકી પ્રવૃતિ હશે ત્યાં અમો પહોંચીને હુમલો કરશુ. ઈમારતોને ઉડાવી દેશુ. હજું બધું ખત્મ કર્યુ નથી.
તેઓએ કહ્યું કે, નુરખાન એરબેઝ પર ભારતના હુમલામાંજ પાકને યુદ્ધવિરામની આજીજી કરવી પડી હતી. તેઓએ પાકને સિંધુ જળ સમજુતીની યાદ અપાવતા કહ્યું કે પાકનેજો પાણી જોઈતુ હોય તો આતંકવાદને ખત્મ કરવો પડશે.