લોગવિચાર :
એલઓસી પાસે ફરી પાકિસ્તાને આગ લગાડી છે. જેનાથી દેશની વન્ય સંપતિને નુકશાન થયુ છે. પુંછ જીલ્લામાં પેંઢર સેકટરમાં નિયંત્રણ રેખાની પાર પાકિસ્તાન તરફથી લગાવવામાં આવેલ આગ નિયંત્રણ રેખા પર ભારતીય ક્ષેત્રમાં પહોંચી ગઈ છે. આ આગના સંપર્કમાં આવવાથી લાખોની વન્ય સંપતિને નુકશાન થયુ છે.
આ ઉપરાંત ભારતીય સુરક્ષા દળો દ્વારા નિયંત્રણ રેખા પર ઘુસણખોરી રોકવા બિછાવવામાં આવેલ દારૂગોળાની સુરંગોને પણ નુકશાન થઈ રહ્યું છે. જાણકારી મુજબ દિવસભરમાં અડધો ડઝન બારૂદી સુરંગમાં વિસ્ફોટ થઈ ચૂકયા છે. જોકે આગ પર કાબુ મેળવવા સેના, સ્થાનિક લોકો અને વન વિભાગનાં કર્મચારીઓએ સંયુકત અભિયાન શરૂ કર્યું છે.
ઘુસણખોરી માટે લગાવાય છે આગ
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન તરફથી નિયંત્રણ રેખાની પેલે પારથી આતંકી ઘુસણખોરીને અંજામ આપવા માટે તક જોઈને પાકિસ્તાની સેના નિયંત્રણ રેખા નજીકનાં વિસ્તારોમાં આગ લગાડી દે છે.
હાલમાં પાકિસ્તાન તરફથી નિયંત્રણ રેખા નજીકનાં આગ લગાવી દે છે. આ આગ નિયંત્રણ રેખાને પાર કરીને ભારતીય સીમામાં પહોંચી જાય છે. આ આગથી બિછાવેલી બારૂદી સુરંગ નષ્ટ થઈ જાય છે.જેથી પાક આતંકી સરળતાથી ઘુસણખોરી કરે.