પાકિસ્તાની ગાયક રાહત ફતેહ અલી ખાનની ધરપકડ

લોગ વિચાર :

પાકિસ્તારની ગાયક રાહત ફતેહ અલી ખાનની પોલીસે દુબઈ એરપોર્ટ પરથી ધરપકડ કરી છે. તેના પૂર્વ મેનેજર સલમાન અહેમદે તેની સામે કેસ દાખલ કર્યો છે. રાહત તેના સંગીત પ્રદર્શન માટે દુબઈ ગયો હતો. પાકિસ્તાનની મીડિયા અનુસાર રાહત ફતેહ અલી ખાનના પૂર્વ મેનેજર સલમાન અહેમદે ગાયક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. તેના પર કાર્યવાહી કરીને દુબઈ એરપોર્ટ પરથી તેની ધરપકડ કરવામાં આવી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે રાહત ફતેહ અલી ખાનને UAEમાં રોકાણ દરમિયાન બુર્જ દુબઈ પોલીસ સ્ટેનશનમાં અટકાયતમાં લેવામાં આવ્યોક હતો.

તમને જણાવી દઈએ કે રાહત ફતેહ અલી ખાન અને તેના પૂર્વ મેનેજર સલમાન અહેમદ વચ્ચેટ ઘણા સમયથી તણાવ ચાલી રહ્યો છે. સલમાન અહેમદે દુબઈ અને અન્યે શહેરોમાં ગાયક વિરુદ્ધ કેસ દાખલ કર્યા છે.

આ વર્ષની શરૂઆતમાં, ફેડરલ ઇન્વે સ્ટિદગેશન એજન્સી (એફઆઇએ) એ રાહત ફતેહ અલી ખાન પર કાર્યવાહી કરી હતી. રાહત પર ૧૨ વર્ષમાં સ્થાજનિક અને આંતરરાષ્ટ્રીય મ્યુદઝિક કોન્સ ર્ટમાંથી અંદાજે ૮ અબજ રૂપિયાની કમાણી કરવાનો આરોપ હતો. આવી સ્થિમતિમાં, એજન્સીટએ ગાયક વિરુદ્ધ મની લોન્ડનરિંગ અને ટેક્સા ચોરીના આરોપોની તપાસ શરૂ કરી.

આ સિવાય રાહત ફતેહ અલી ખાન પણ ત્યારરે મુશ્કેિલીમાં મુકાઈ ગયા હતા જયારે તેમના શિષ્ય ને માર મારતો વીડિયો વાયરલ થયો હતો. વીડિયોમાં ગાયક તેના શિષ્યુને બોટલ વિશે પૂછી રહ્યો હતો અને તેને ચપ્પ લ વડે મારતો હતો. જોકે, બાદમાં શાગિર્દે તે વીડિયો પર સ્પછષ્ટતા આપતા રાહત ફતેહ અલી ખાનની આ કાર્યવાહીને યોગ્યત ઠેરવી હતી.