ગુજરાત ટાઇટન્સનો નવો આસિસ્ટન્ટ કોચ પાર્થિવ પટેલ

લોગવિચાર :

ગુજરાત ટાઇટન્સે ભૂતપૂર્વ ભારતીય વિકેટકીપર બેટ્સમેન પાર્થિવ પટેલને આઇપીએલ 2025 માટે બેટિંગ અને સહાયક કોચ તરીકે નિયુક્ત કર્યા છે. આ માહિતી આપતાં ફ્રેન્ચાઇઝીએ કહ્યું કે, પાર્થિવની બેટિંગ ટેકનિક, વ્યૂહરચનાં ઘડવાની ક્ષમતા અને તેનો 17 વર્ષનો અનુભવ ખેલાડીઓનાં કૌશલ્યને વધારવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

અમે તેમની નિમણૂકની જાહેરાત કરતાં અત્યંત આનંદ અનુભવીએ છીએ. મુખ્ય કોચ આશિષ નેહરાનાં નેતૃત્વમાં પાર્થિવ તેની નવી ભૂમિકા ભજવશે. તેઓ છેલ્લાં ત્રણ વર્ષથી મુંબઈ ઈન્ડિયન્સ માટે ટેલેન્ટ સ્કાઉટ હતાં અને તેણે આઇએલટી-20 માં એમઆઇ અમીરાતના બેટિંગ કોચ તરીકે પણ સેવા આપી હતી.