લોકો તમારી બોલિંગ-ફિલ્ડિંગના દિવાના : જાડેજાને વડાપ્રધાનની શુભેચ્છા

લોગ વિચાર :

ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ પણ ટી-20 ફોર્મેટને અલવિદા કહેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિન્દ્ર જાડેજાના નિવૃત્તિ પર પોસ્ટ કરી છે. આ પોસ્ટમાં પીએમ મોદીએ રવિન્દ્ર જાડેજાના ખૂબ વખાણ કર્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોસ્ટમાં લખ્યું છે - પ્રિય રવિન્દ્ર જાડેજા, તમે ઓલરાઉન્ડર તરીકે શાનદાર રમત બતાવી છે. ક્રિકેટ ફેન્સ તમારી સ્પિન બોલિંગ અને શાનદાર ફિલ્ડિંગના દિવાના છે. ટી-20 ફોર્મેટમાં તમારા યોગદાન બદલ આભાર, તમારા ભવિષ્ય માટે શુભકામનાઓ.

રવિન્દ્ર જાડેજાએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને પોતાની નિવૃત્તિ વિશે માહિતી આપી લખ્યું હતું કે, હું ટી-20 આંતરરાષ્ટ્રીય કારકિર્દીને અલવિદા કહી રહ્યો છું. મેં હંમેશા ગર્વથી દોડતા ઘોડાની જેમ મારા દેશ માટે 100 ટકા આપ્યું છે અને આપતો રહીશ ટી-20 વર્લ્ડ કપ જીતવું એ એક સ્વપ્ન સાકાર થયું છે, ઉત્સાહ અને અતૂટ સમર્થન માટે આભાર. આ પહેલા રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ઇન્ટરનેશનલ ટી-20 ફોર્મેટને અલવિદા કહ્યું હતું. વર્લ્ડ કપ ચેમ્પિયન બન્યા બાદ ભારતના ત્રણ મોટા ખેલાડીઓએ ફોર્મેટને બાય-બાય કહ્યું છે.