Ghibliની ઘેલછામાં ફોટા અપલોડ કરનારા લોકો થઇ જજો સાવધાન : નિષ્ણાતો આ ચેતવણી આપી

લોગ વિચાર.કોમ

વર્તમાન સમયમાં AIની મદદથી તમારા ફોટાને વિવિધ આર્ટ સ્ટાઇલમાં કન્વર્ટ કરવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. આ લોકપ્રિય સ્ટાઈલમાંની એક Studio Ghibliની એનિમેશન થીમ છે, જે હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે જ્યારે તમે AI ટૂલ પર તમારા ફોટો અપલોડ અપલોડ કરીને એનિમેટેડ ઈમેજ બનાવો છો તો તેનું શું પરિણામ આવી શકે છે? AI ઇમેજ જનરેશન અને ફિલ્ટરિંગ ટૂલ્સ મશીન લર્નિંગ અને ડીપ લર્નિંગ અલ્ગોરિધમનો ઉપયોગ કરે છે. આ ટૂલ્સ તમારા ફોટો પર પ્રોસેસ કરીને આર્ટ સ્ટાઈલ મુજબ ફેરફાર કરી આપે છે. ChatGPT જોયા પછી, ઈલોન મસ્કે AI ચેટબોટ Grok 3 માં Ghibli સ્ટાઈલ ઈમેજ બનાવવાનું ફીચર સામેલ કરી દીધું છે. હવે આ ટ્રેન્ડના કારણે ડિજિટલ પ્રાઈવસીને લઈને ચિંતા વધવા લાગી છે, મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સાયબર એક્સપર્ટ્સ સવાલ ઉઠાવી રહ્યા છે કે આ નવા ટ્રેન્ડની આડમાં OpenAI હજારો પર્સનલ ફોટો કલેક્ટ કરી શકે છે અને તેનો AI ટ્રેનિંગ માટે ઉપયોગ કરી શકે છે. જ્યાં એક તરફ લોકો આ નવા ટ્રેન્ડનો આનંદ માણી રહ્યા છે, તો બીજી તરફ એક્સપર્ટ્સએ ચેતવણી આપી છે કે લોકો અજાણતામાં તેમનો ફેશિયલ ડેટા OpenAIને આપી રહ્યા છે, જે ગંભીર પ્રાઈવસીની ચિંતાઓ ઊભી કરી શકે છે. એકંદરે, તમારા અંગત ફોટોની સુરક્ષા પર મોટો ખતરો તોળાઈ રહ્યો છે. કેટલાક AI ટૂલ્સ તમારી અપલોડ કરેલી તસ્વીરોને તેમના સર્વર પર સ્ટોર કરી રાખે છે. ઘણી વખત, આ ફોટોનો ઉપયોગ AIને ટ્રેનિંગ આપવા માટે કરવામાં આવે છે, પરંતુ જો પ્લેટફોર્મની સુરક્ષા મજબૂત ન હોય, તો તમારા ફોટા પણ લીક થઈ શકે છે.