લોકોની બદલાતી ખાણી-પીણીની પેટર્ન : આરોગ્ય પર અસરની શક્યતા

લોગવિચાર :

પરિવારના ગુજરાનમાં કુલ ખર્ચમાં ખાવા-પીવાની વસ્તુઓની ભાગીદારી 10 વર્ષમાં ઘટીને અડધાથી ઓછી થઈ ગઈ છે. ખાવા-પીવા પર ખર્ચમાં અનાજનો ભાગ ઘટવાની સાથે દૂધ અને માંસ-માછલી ઉપરાંત પેકેજડ ફૂડનો ભાગ વધી રહ્યો છે.

આ પરિવર્તનની કૃષિ અને સ્વાસ્થ્ય સહિત એ બધી કલ્યાણકારી યોજનાઓ પર અસર પડશે. જે સમાજના ગરીબ વર્ગને ધ્યાનમાં રાખીને બનાવાઈ છે. પ્રાઈતમ મિનિસ્ટરની ઈકોનોમિક એડવાઈઝરી કાઉન્સીલ (પીએમઈએસ)એ એક રીપોર્ટમાં આ વાત કરી છે.

સરકારે ઓગષ્ટ 2022થી જુલાઈ 2023 દરમ્યાન કરવામાં આવેલા સર્વેના આધારે આ વર્ષે હાઉસ હોલ્ડ ક્ધઝમ્પશન એકસપેંડીચર સર્વે 2022-23 જાહેર કર્યો હતો.  સરકારે 2017-18ના સર્વેના પરિણામોનો આંકડામાં ગરબડની વાત કરીને જાહેર નહોતો કર્યો.

પીએમઈએસીએ હવે 2011-12 અને 2022-23ના સર્વેક્ષણોના પરિણામોનું વિશ્ર્લેષણ કરતા ‘ચેન્જીસ ઈન ઈન્ડિયાસ ફૂડ ક્ધઝયુમ્પસન એન્ડ પોલીસી ઈમ્પ્લીકેશન્સ’ રીપોર્ટ જાહેર કર્યા છે.

સર્વે અનુસાર 2011-12માં ગ્રામીણ વિસ્તારોમાં કુલ માસિક ખર્ચમાં ખાવા-પીવાની ભાગીદારી 52.9 ટકાહતી. 2022-23માં તે 46.4 ટકામાં આવી ગઈ હતી. શહેરોમાં પણ આંકડો 42.6 ટકાથી ઘટીને 39.2 ટકા પર આવી ગયો હતો. ટોટલ ફૂડ ક્ધઝપ્શનમાં બેવરેઝીસ અને પ્રોેસેસ્ડ ફૂડની ભાગીદારી વધી છે અને રાષ્ટ્રીય સરેરાશ 7.9 ટકાથી વધીને 9.6 ટકા થઈ ગઈ છે.

પીએમઈએસી રીપોર્ટમાં કહેવામા આવ્યુ છે કે, આઝાદી બાદ આમ પહેલીવાર થયુ છે કે ફૂડ પર પરિવારોનો સરેરાશ ખર્ચ પૂરા મહિનાના તેમના ખર્ચના અડધાથી ઓછા પર આવી ગયો છે. આ પ્રગતિનો સંકેત છે. ફૂડ આઈટમ્સમાં અનાજ પર ઘણો ખર્ચ ઘટયો છે. ગામો અને શહેરોમાં સૌથી નીચલા 20 ટકા પરિવારોના મામલામાં આ કમી વધુ જોવા મળી છે.

રીપોર્ટ અનુસાર પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનામાં લગભગ 80 કરોડ લોકોને મફત રાશન આપવામા આવી રહ્યુ છે. આથી અનાજ પર લોકોનો ખર્ચ ઘટયો છે અને આ બચતને લઈને તેમણે દૂધ અને દૂધમાંથી બનેલી વસ્તુઓ, તાજા ફળો અને ઈંડા, મીટ-માછલી પર ખર્ચ વધાર્યો છે.

હેલ્થ પોલીસી પર ફોકસ
રીપોર્ટમાં કહેવામા આવ્યુ છે કે, ફૂડ પ્રોસેસીંગ ગ્રોથવાળા સેકટર છે અને તેમાં રોજગારની ઘણી તકો ઉભી થાય છે પરંતુ પ્રોસેસ્ડ અને પેકેજડ ફૂડનો ઉપયોગ વધવાથી સ્વાસ્થ્ય પર અસર પણ પડી રહી છે. આ બારામાં રીસર્ચની જરૂરત છે. ખેતીવાડી સાથે જોડાયેલ નીતિ: રીપોર્ટમાં કહેવાયુ છે કે સરકારે એવી કૃતિ નીતિઓને સપોર્ટ આપતા રહેવુ જોઈએ.

જેથી ફળો, શાકભાજીઓ અને પશુઓથી મળનારા ખાદ્ય પદાર્થોના ઉત્પાદનને પ્રોત્સાહન મળી શકે છે. અનાજ પર કેન્દ્રીત નીતિઓથી અલગ હટવાની સલાહ આપતા કહેવામા આવ્યુ છે કે મીનીમમ સપોર્ટ પ્રાઈઝ જેવી નીતિઓની ખેડૂતોની ભલાઈ પર સીમિત અસર રહેશે.