સ્વાસ્થ્યના કારણોસર કેજરીવાલની જામીન અરજી લંબાવવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી

લોગ વિચાર :

દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલના વચગાળાના જામીન 1 જૂને પુરા થાય છે ત્યારે કેજરીવાલે સ્વાસ્થ્યના કારણો ઘટીને પોતાના જામીન 7 દિવસ વધારવાની સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે.

કેજરીવાલે અરજીમાં જણાવ્યું હતું કે તેણે પીઈટી-સીટી સ્કેન અને અન્ય ટેસ્ટ કરાવવાના છે એટલા માટે ટેસ્ટ કરાવવા માટે તેમણે 7 દિવસના વધુ જામીન માંગ્યા છે.

અરજીમાં તેમણે જણાવ્યું છે કે ધરપકડ બાદ તેમનું વજન 7 કિલો ઘટી ગયું છે તેનું કિટોન લેવલ ખૂબ જ હાઈ છે તેમાં કોઈ ગંભીર બીમારીના લક્ષણ હોઈ શકે છે.