લોગવિચાર :
સમગ્ર સૌરાષ્ટ્રમાં આવતીકાલથી દસ દિવસીય ગણેશ મહોત્સવની ઉજવણીનો પ્રારંભ થશે. આવતીકાલે ગણેશચોથ છે. ઢાંકમાં આવેલ પ્રાચીન ગણપતિ મંદિરમાં ગણપતિ મહોત્સવનુ ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવેલ છે.
આવતીકાલથી દસ દિવસ ગાઈએ ગણપતિ જગવંદનના સૂરો સાથે ગણેશ મહોત્સવની ઉજવણીનો પ્રારંભ થશે. રાજકોટમાં 3000થી વધારે પંડાલ રચાયા છે. રાજકોટમાં સાંજે મહાઆરતી તથા પ્રસાદનુ વિતરણ થશે.
ગજાનનદેવ, દુંદાળાદેવ, રિધ્ધિ-સિધ્ધિ અને શુભ-લાભ સાથે આવે છે. આવતીકાલે ગણપતિ ઉપાસના ફળદાયી રહેશે.