લોગ વિચાર :
સ્વતંત્રતા દિવસના અવસર પર પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી પોતાના સંબોધન દરમિયાન બાંગ્લાદેશમાં હિંદુઓ પર અત્યાચાર અને હિંસા પર સ્પષ્ટ સંદેશ આપ્યો કે તેઓ ત્યાંના હિંદુ અને લઘુમતી સમુદાયોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માંગે છે.
દેશ આજે 78મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. લાલ કિલ્લા પરથી પોતાના સંબોધન દરમિયાન વડાપ્રધાન મોદીએ બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલા અને મંદિરોમાં તોડફોડ સહિત ઘણા મહત્ત્વના મુદ્દાઓ પર લાલ કિલ્લાની પરથી સ્પષ્ટ સંદેશ આપ્યો. શેખ હસીનાનું નામ લીધા વિના તેમણે સ્પષ્ટ કહ્યું કે બાંગ્લાદેશમાં જે પણ થયું, તેને લઈને પાડોશી દેશ તરીકે ચિંતા થવી વ્યાજબી છે.
પીએમએ કહ્યું કે હું આ સમજી શકું છું. મને આશા છે કે ત્યાંની સ્થિતિ જલ્દી જ સામાન્ય થઈ જશે. ખાસ કરીને 140 કરોડ દેશવાસીઓની ચિંતા એ છે કે ત્યાં હિંદુ અને લઘુમતી સમુદાયોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે. ભારત હંમેશા ઇચ્છે છે કે આપણા પાડોશી દેશો સુખ અને શાંતિના માર્ગે ચાલે. ટૂંક સમયમાં બાંગ્લાદેશ વિકાસના માર્ગ પર ચાલશે.
જો કે, PM એ સ્પષ્ટ કર્યું કે ભારતની, આપણી શાંતિ પ્રત્યે પ્રતિબદ્ધતા છે, આપણા સંસ્કાર છે. આવનારા દિવસોમાં બાંગ્લાદેશની વિકાસ યાત્રામાં હંમેશા અમારો સારો ઇરાદો રહેશે, કારણ કે અમે માનવજાતના કલ્યાણ વિશે વિચારનારા લોકો છીએ. જણાવી દઈએ કે વડાપ્રધાને આજે 11મી વખત લાલ કિલ્લા પરથી ત્રિરંગો ધ્વજ ફરકાવ્યો છે. તેમના સંબોધનમાં તેમણે વિકસિત ભારત 2047 પર ભાર મૂક્યો હતો.