લોગ વિચાર :
વડાપ્રધાન મોદી આજે મુંબઈના પ્રવસે છે. આજે તેઓ ગોરેગાંવમાં એનઈએસસીઓ પ્રદર્શની કેન્દ્રમાં 29400 કરોડ રૂપિયાથી વધુના ખર્ચની પરિયોજનાઓનો શુભારંભ અને શિલાન્યાસ કરશે.
વડાપ્રધાન મુંબઈ મહાનગર ક્ષેત્ર વિકાસ ઓથોરિટી (એમએમઆરડીએ)ની થાણે-બોરિવલી અને બીએમસીની ગોરેગાંવ મુલુંડ લિંક રોડ પરિયોજનાઓની આધારશિલા રાખશે. બન્નેમાં બે સુરંગો છે. વડાપ્રધાન મધ્ય રેલવેના કલ્યાણ યાર્ડ રિમોડલીંગ અને નવી મુંબઈના તુર્ભેમાં ગતિશક્તિ મલ્ટી મોડેલ કાર્ગો ટર્મિનલનો શિલાન્યાસ કરશે.
આ સાથે જ પીએમ મોદી લોકમાન્ય તિલક ટર્મિનલમાં નવા પ્લેટફોર્મ અને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસમાં પ્લેટફોર્મ 10 અને 11 દેશને સમર્પિત કરશે.
લોકસભા ચૂંટણીના પરિણામો બાદ વડાપ્રધાનનો મુંબઈનો આ પ્રથમ પ્રવાસ છે.
વડાપ્રધાન પ્રોજેકટસના શિલારોપણ બાદ પશ્ચિમી ઉપનગરના નેસ્કો સેન્ટર (ગોરેગાંવ)માં સભાને સંબોધીત કરશે. પીએમની મુલાકાતને લઈને સુરક્ષાની ચુસ્ત વ્યવસ્થા કરાઈ છે.