લોગવિચાર :
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં રિલીઝ થયેલી વિક્રાંત મેસીની ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ વિશે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. તેમણે લખ્યું છે કે, સત્ય બધાની સામે આવી રહ્યું છે અને આખરે હકીકત બહાર આવી રહી છે.
પીએમ મોદીએ તેમના ઓફિશિયલ એક્સ હેન્ડલ પરથી આલોક ભટ્ટ નામના યુઝરની X પોસ્ટને રિપોસ્ટ કરી છે. ગોધરા ઘટના પર બનેલી ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટના ટ્રેલરનો પણ આ પોસ્ટમાં ઉપયોગ કરવામાં આવ્યો છે.
Well said. It is good that this truth is coming out, and that too in a way common people can see it.
A fake narrative can persist only for a limited period of time. Eventually, the facts will always come out! https://t.co/8XXo5hQe2y
— Narendra Modi (@narendramodi) November 17, 2024
પીએમ મોદીએ રિપોસ્ટ કરતા લખ્યું કે, આ સારી વાત છે કે આ સત્ય બહાર આવી રહ્યું છે અને તે પણ એવી રીતે કે સામાન્ય લોકો તેને જોઈ શકે. ફેક નેરેટિવ થોડા સમય માટે જ ટકી શકે છે. છેવટે, હકીકતો હંમેશા બહાર આવે છે!
ઉલ્લેખનીય છે કે, પીએમ મોદીએ જે પોસ્ટ પર પોતાની પ્રતિક્રિયા આપી છે તેમાં ફિલ્મ જોવાના 4 કારણો આપવામાં આવ્યા છે. જેના જવાબમાં પીએમ મોદીએ પ્રતિક્રિયા આપતા શરૂઆતમાં લખ્યું હતું - ‘વેલ સેઈડ’
વિક્રાંત મેસીની આ ફિલ્મ 27 ફેબ્રુઆરી 2002ના રોજ બનેલી ગોધરા આગની ઘટના પર આધારિત છે. ત્યારબાદ ગુજરાતના ગોધરામાં અયોધ્યાથી પરત ફરી રહેલી સાબરમતી એક્સપ્રેસમાં મુસાફરી કરી રહેલા કાર સેવકોની બોગીમાં આગ લાગી હતી.
આ હૃદયદ્રાવક ઘટનામાં 59 લોકોએ જીવ ગુમાવ્યા હતા. તેના એક દિવસ પછી, 28 ફેબ્રુઆરીથી, ગુજરાતમાં ભીષણ કોમી રમખાણો થયા જેમાં લગભગ 1000 લોકોએ જીવ ગુમાવ્યા.
ઉલ્લેખનીય છે કે, જ્યારે આ ઘટના બની ત્યારે દેશના પીએમ ગુજરાતના સીએમ હતા. ઘટનાના થોડા દિવસો પછી, 2 માર્ચે, તેમણે એક કમિશનની રચના કરી જેનું કામ આ ઘટનાની તપાસ કરવાનું હતું.