પીએમ મોદી લાલ કિલ્લા પર સતત 11મી વખત ત્રિરંગો ફરકાવશે

લોગ વિચાર :

સ્‍વતંત્રતા દિવસના અવસર પર વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી સતત ૧૧મી વખત લાલ કિલ્લા પર ત્રિરંગો ફરકાવશે. આમ કરીને પીએમ મોદી પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને પાછળ છોડી દેશે, જેમણે સતત ૧૦ વખત ત્રિરંગો લહેરાવ્‍યો હતો. જો કે, આ મામલે તેઓ પંડિત જવાહર લાલ નેહરૂની પાછળ રહેશે, જેમણે લાલ કિલ્લા પર સતત ૧૭ વખત ધ્‍વજ ફરકાવ્‍યો હતો.

લાલ કિલ્લા પર ધ્‍વજ ફરકાવવાનો રેકોર્ડ વડાપ્રધાન નેહરુના નામે છે. આ પછી સ્‍વર્ગસ્‍થ ઈન્‍દિરા ગાંધીએ લાલ કિલ્લા પર ૧૬ વખત ધ્‍વજ ફરકાવ્‍યો હતો. નેહરુએ ૧૯૪૭ થી ૧૯૬૩ સુધી સતત ધ્‍વજ ફરકાવ્‍યો. ઈન્‍દિરા ગાંધીએ ૧૯૬૬ થી ૧૯૭૬ અને ૧૯૮૦ થી ૧૯૮૪ સુધી સતત પાંચ વખત લાલ કિલ્લા પર ધ્‍વજ લહેરાવીને રાષ્ટ્રને સંબોધન કર્યું હતું અને કુલ ૧૬ વખત. પૂર્વ પીએમ મનમોહન સિંહે ૨૦૦૪ થી ૨૦૧૩ સુધી સતત દસ વખત ધ્‍વજ ફરકાવ્‍યો હતો.

આ વખતે લાલ કિલ્લા સંકુલમાં યોજાનાર સ્‍વતંત્રતા દિવસ પર ૧૧ કેટેગરીના ૧૮ હજાર મહેમાનો આકર્ષણનું કેન્‍દ્ર બનશે. ખાસ વાત એ છે કે આ ૪ હજાર ખાસ મહેમાનોમાંથી મહિલાઓ, ખેડૂતો, યુવાનો અને ગરીબ વર્ગના હશે. જાતિ પરના રાજકીય મહાભારત વચ્‍ચે પીએમ મોદીએ આ ચાર વર્ગોને દેશની ચાર જાતિઓમાં સામેલ કર્યા હતા.

પેરિસ ઓલિમ્‍પિકમાં ભાગ લેનાર તમામ ખેલાડીઓને પણ આ સમારોહમાં આમંત્રિત કરવામાં આવ્‍યા છે.