PM મોદીની ગુજરાત મુલાકાતે CM અને રાજ્યપાલે સ્વાગત કર્યું

લોગવિચાર :

વડાપ્રધાન મોદી ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે પધાર્યા ત્યારે અમદાવાદ એરપોર્ટ પર રાજયપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમનું ઉષ્માભેર સ્વાગત કર્યુ હતું.

આ તકે કેન્દ્રીય મંત્રી અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, પ્રોટોકોલ મંત્રી જગદીશ વિશ્વકર્મા, અમદાવાદના મેયર પ્રતિભાબહેન પટેલ, રાજયના મુખ્ય સચીવ રાજકુમાર, જીએડીનાં અધિક મુખ્ય સચીવ કમલ દયાથી, રાજયના પોલીસ વડા વિકાસ સહાય, અમદાવાદના પોલીસ કમિશ્નર જી.એસ.મલીક, મેજર જનરલ ગૌરવ બગ્ગા, અમદાવાદ કલેકટર સુશ્રી પ્રવિણા ડી.કે., ડેપ્યુટી ચીફ પ્રોટોકોલ ઓફીસર સંકેતસિંહ સહીત વરિષ્ઠ અધિકારીઓ અને ઓફીસરોએ પણ વડાપ્રધાનનું અભિવાન કરીને તેમને આવકાર્યા હતા.