લોકપ્રિય ગાયિકા રૂખસાના બાનોનું 27 વર્ષની વયે નિધન

લોગવિચાર :

લોકપ્રિય સંબલપુરી ગાયિકા રુખસાના બાનોનું નિધન થયું છે. ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ, ભુવનેશ્વરમાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું.  જો કે, હોસ્પિટલના અધિકારીઓએ જણાવ્યું હતું કે 27 વર્ષીય રુખસાનાને બેક્ટેરિયાથી થતાં રોગ ’સ્ક્રબ ટાયફસ’ માટે સારવાર આપવામાં આવી રહી હતી. બુધવારે રાત્રે તેમનું મૃત્યુ થયું હતું મૃત્યુનું કારણ હજુ સુધી જાહેર થયું નથી.

રુખસાનાની માતા અને બહેને આરોપ લગાવ્યો હતો કે તેને પશ્ચિમી ઓડિશાના પ્રતિસ્પર્ધી ગાયક દ્વારા ઝેર આપવામાં આવ્યું હતું.  જો કે, જ્યારે તેનું નામ પૂછવામાં આવ્યું, ત્યારે તેને કલાકારની ઓળખ જાહેર કરવાનો ઇનકાર કર્યો હતો. તેને દાવો કર્યો હતો કે રુખસાનાને અગાઉ પણ ધમકીઓ મળી હતી.

તેની બહેન રૂબી બાનોએ જણાવ્યું કે, મળતી માહિતી મુજબ, રૂખસાના લગભગ 15 દિવસ પહેલાં બોલાંગીરમાં શૂટિંગ દરમિયાન જ્યુસ પીધાં બાદ બીમાર પડી હતી. તેને 27 ઓગસ્ટના રોજ ભવાનીપટનાની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

પ્રાથમિક સારવાર બાદ તેને બોલનગીરની ભીમા ભોઈ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં રીફર કરવામાં આવી હતી અને બાદમાં તેની હાલત વધુ બગડતાં તેને બારગઢની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.

બાદમાં જ્યારે તેમની તબિયતમાં સુધારો ન થયો ત્યારે તેમને એઈમ્સ ભુવનેશ્વર લાવવામાં આવી હતી. રુખસાનાની માતાએ પણ આવો જ દાવો કરતો વિડિયો જાહેર કર્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.