રાષ્ટ્રપતિ ભવન 5 થી 9 જૂન સુધી મુલાકાતીઓ માટે બંધ રહેશે
લોગ વિચાર :
લોકસભા ચૂંટણી 2024ના પરિણામો આવી ગયા છે. બીજેપીના નેતૃત્વમાં NDA ગઠબંધન સતત ત્રીજી વખત કેન્દ્રમાં સત્તા બનવા જઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજી વખત પીએમની ખુરશી સંભાળશે.
આવી સ્થિતિમાં શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. એવા અહેવાલો છે કે પીએમ મોદી 9 જૂને શપથ લઈ શકે છે. PM મોદીના શપથ ગ્રહણની તૈયારીઓને કારણે 5થી 9 જૂન સુધી રાષ્ટ્રપતિ ભવન મુલાકાતીઓ માટે બંધ રહેશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતૃત્વવાળી નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ(NDA)ની સતત ત્રીજી જીતને ઐતિહાસિક ક્ષણ ગણાવી છે અને આ માટે દેશની જનતાનો આભાર વ્યક્ત કર્યો છે. મોદીએ કહ્યું છે કે ગઠબંધન દેશની જનતાની આકાંક્ષાઓને પૂરી કરવા માટે નવી તાકાતથી કામ કરશે.