લોગ વિચાર :
આ વર્ષે 7 જુલાઈ એ રવિવાર ના દિવસે અષાઢી બીજ આવે છે. ઇસ્કોન મંદિર દ્વારા વર્ષ 2003 થી દર વર્ષે ભગવાન શ્રી શ્રી જગન્નાથ, બળદેવ, સુભદ્રા ને નગરચર્યા એ નીકાળવામાં આવે છે અને શહેર ભરમાં રથયાત્રા કાઢવામાં આવે છે.
આ અંગે વધુ માહિતી આપતા ઇસ્કોન મંદિર રાજકોટ ના પ્રમુખ વૈષ્ણવસેવા પ્રભુજી જણાવે છે કે આ વર્ષે 7 જુલાઈ ના રવિવાર ના દિવસે ખૂબ જ ઉત્સાહ અને ઉલ્લાસ થી ઇસ્કોન મંદિર રાજકોટ દ્વારા રથયાત્રા કાઢવામાં આવશે. રથયાત્રા સાંજે 5 કલાકે રામકૃપા ડેરી કોટેચા ચોક ખાતે થી શરુ થશે અને ઇન્દિરા સર્કલ, પંચાયત ચોક, આકાશવાણી ચોક, જે. કે ચોક પર થી પસાર થઇ પુષ્કરધામ રોડ પર થી કાલાવડ રોડ મા એજી ચોક પર આવશે અને ત્યાંથી કાલાવડ રોડ પર કટારીયા સર્કલ થઇ ને ઇસ્કોન મંદિર એ પરત ફરશે.
આ રથયાત્રા ની તૈયારી અત્યારથી જ શરુ થઇ ગઈ છે. તૈયારી ના ભાગ રૂપે રથ નું સમારકામ કરવા માટે કેરેલા થી કારીગરો આવી ગયેલ છે જેઓ રથ નું સમારકામ રથયાત્રા ના 1 અઠવાડિયા પહેલા કરી દેશે. તદુપરાંત રથયાત્રા દરમિયાન શહેરના રાજમાર્ગોમા પ્રસાદ વિતરણ કરવા માટે આશરે 5000 કિલો બુંદીનું વિતરણ કરવામાં આવશે અને રથયાત્રા ના દિવસે ઇસ્કોન મંદિરે દર્શન કરવા આવતા દરેક દર્શનાર્થી માટે ભંડારા પ્રસાદનું આયોજન પણ કરવામાં આવેલ છે જે સાંજે 7:30 વાગે થી શરુ થશે.
રાત્રે 8 વાગે રથયાત્રા ના સમાપન બાદ સૌ દર્શનાર્થીઓ માટે મંદિરે ભંડારા પ્રસાદ નું આયોજન કરવામાં આવેલ છે.રાજકોટની ધર્મ પ્રેમી અને ઉત્સવ પ્રેમી જનતાને રથયાત્રા અને ગુંડિચા માર્જન માટે તેમજ રથયાત્રા ના દિવસે સાંજે ભંડારા પ્રસાદનો લાભ લેવા માટે મંદિરે પધારવાનું ભાવભર્યું આમંત્રણ છે. આપ રથયાત્રા માં ઉપર જણાવેલ માર્ગ માંથી આપના નિવાસ ની નજીક પડતા માર્ગે થી જોડાઈને ભગવાનના દર્શનનો લાભ લેવા નો ભાવ ભર્યું આમંત્રણ છે.