લોગ વિચાર.કોમ
યુદ્ધવિરામ બાદ આજે સવારે વડાપ્રધાન મોદી આદમપુર એર બેઝ પહોચ્યા હતા જ્યાં તેઓ એરફોર્સના જવાનોને મળી તેમની સાથે વાત કરી હતી. આ સાથે જવાનોએ પીએમ મોદીને ઓપરેશન સિંદૂર વિશે માહિત આપી હતી.
ઓપરેશન સિંદુર વખતે પાકિસ્તાનને આક્રમક જવાબ આપવામાં આદમપુર એરબેઝ ખૂબ મહત્વનું રહ્યું હતું અને ખાસ કરીને તમામ મિસાઈલ કે ડ્રોન નિષ્ફળ બનાવ્યા હતા અને ત્યાંથી અનેક ફાઇટર વિમાન ટેક ઓફ થયા અને પાકિસ્તાનમાં તબાહી મચાવી હતી.
આ તે એરબેઝ છે જેના પર પાકિસ્તાન દ્વારા હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને પાકિસ્તાને ખોટો પ્રચાર કર્યો હતો કે તેને નુકશાન પહોંચાડવામાં આવ્યું છે.
આદમપુર એરબેઝ ફ્રન્ટ લાઇન એરબેઝ છે જે પંજાબના જાલંધરમાં આવેલ છે. પશ્ચિમી ફ્રન્ટમાં આ એરબેઝ ખૂબ જ મહત્વનું છે. અહીંયા આપણી એરડિફેન્સ સિસ્ટમ S-400 પ્રસ્થાપિત કરી છે. પીએમ મોદી સવારે 7 વાગ્યે આદમપૂર બેઝ પહોચ્યા હતા અને એક કલાક જેટલો સમય વિતાવ્યો હતો.