Digital યુગમાં ગોપનિયતા આવશ્યક : ડેટા લીકમાં જવાબદારી સ્પષ્ટ થવી જોઈએ

લોગ વિચાર :

રાષ્ટ્રીય માનવ અધિકાર પંચના વડા વી સુબ્રમણિયનના મતે, આધુનિક સમાજમાં નૈતિક મૂલ્યોના અધ:પતન થઈ રહ્યું છે અને તેના માઠા પરિણામો દરેકે ભોગવવા પડશે. તેમણે માનવ અધિકાર તરીકે ડિજિટલ દુનિયામાં ગોપનીયતાના રક્ષણ પર ભાર મૂક્યો હતો.

પંચની કચેરી ખાતે ‘ડિજિટલ યુગમાં ગોપનીયતાની ખાતરી અને માનવ અધિકાર ડિજિટલ ક્ષેત્રે સહકારી અભિગમ’ વિષય પર જાહેર ચર્ચા યોજાઈ હતી. જેમાં વી સુબ્રમણિને ડિજિટલ યુગના જોખમો સામે સાવચેત રહેવા સૂચન કર્યુ હતું.

વપરાશકારોની સમજણ વિકસે અને તેઓ પર્સનલ ડેટા પર નિયંત્રણ રાખી શકે તે માટે યુઝર એગ્રીમેન્ટ અને પોલિસીના માળખાને સરળ બનાવવા બાબતે મહત્ત્વા સૂચનો થયા હતા. ડેટા લીકના કિસ્સામાં સ્પષ્ટ જવાબદારી નક્કી કરવા અને થર્ડ પાર્ટી અથવા રિસર્ચ સંસ્થાઓને ડેટા આપવા બાબતે પારદર્શિતા રાખવા અને વપરાશકારની સંમતિ ફરજિયાત રાખવા નિષ્ણાતોએ સૂચન કર્યુ હતું.

ડેટા શેરિંગના કારણે સંભવિત મુશ્કેલીઓ અને અન્ય દેશોમાં ડેટા શેર કરવા પર નિયંત્રણ મૂકાય તો તેની અસરો અંગે પણ ચર્ચા થઈ હતી. સગીર વપરાશકારના કિસ્સામાં વાલીની મંજૂરી જરૂરી હોવાનો સૂર પણ વ્યક્ત થયો હતો.

જસ્ટિસ રામાસૂબ્રમણિયને કહ્યું હતું કે, ડિજિટલ હાઈજીન ખૂબ મહત્ત્વનું છે. નૈતિક મૂલ્યોના પતનની જોખમી અસરો પણ ભોગવવી પડશે. પંચના વડાએ ડિજિટલ અધિકારો અને સહકારી જવાબદારીની ભાવના સાથે નિયમન માળખું તૈયાર થવું જોઈએ.

જેથી ઈનોવેશન, સિક્યુરિટી અને વ્યક્તિગત ગોપનીયતા વચ્ચે સંતુલન સાધી શકાય. આ પ્રસંગે ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ, 2023 અંગે પણ ચર્ચા થઈ હતી.