લોગ વિચાર :
સીનીયર સિટીઝન માટેની આયુષ્યમાન કાર્ડની સારવાર અને રાજકોટ એઈમ્સ હોસ્પિટલનાં કેસનાં સમય અંગે રાજકોટનાં જાગૃત નાગરીક રાજેશ જે.ભાતેલીયાએ જિલ્લા કલેકટરને લેખીત રજુઆત કરી છે.
જેમાં રાજેશ ભાતેલીયાનાં જણાવ્યા પ્રમાણે સીનીયર સીટીઝનોને આયુષ્યમાન કાર્ડ અપાયા છે.જેમાં સીનીયર સિટીઝન ગંભીર રોગ, અકસ્માત વિ.ની સારવારમાં એપ્રુવલની રાહ જોયા વિના સારવાર થાય સીસીટીવી કેમેરા ઓડિયો-વિડીયો રેકોર્ડ થતુ હોય તેની કલીપ આયુષ્યમાન કાર્ડ ડીપાર્ટમેન્ટને મોકલી આપવી જેથી દર્દીઓની હાલાકી ઘટે અને ત્વરીત સારવાર મળી રહે એપ્રુવલમાં સમય બરબાદ થતો હોય.
જે દુર કરી જિલ્લા કક્ષાએ ખાસ ડીપાર્ટમેન્ટ ઉભુ કરવામાં આવે ફરિયાદ અને મંતવ્યની નોંધ નંબર આપવામાં આવે હોસ્પિટલના સ્ટાફ, સીકયુરીટી ગાર્ડને સારા પુસ્તકોનું વાંચન પુસ્તકો આપવામાં આવે જેથી તેઓ સારૂ વર્તન કરી શકે.
આ ઉપરાંત રાજકોટ એઈમ્સ હોસ્પિટલમાં કેસ કાઢવાનો સમય સાંજનાં પાંચ કલાક સુધી રાખવામાં આવે તમામ પ્રકારના રીપોર્ટ સોનાગ્રાફી, એકસ-રે, એઈમ્સની અંદર જ થાય રિપોર્ટ મળે દર કલાકે રાજકોટના વિવિધ વિસ્તારોમાંથી સીટીબસ મુકવામાં આવે તેવી માંગણી રાજેશ ભાતેલીયાએ કરી છે.