અને... હવે... કોમેન્ટેટર તરીકે ચેતેશ્વર પૂજારાની નવી ઇનિંગ!

લોગવિચાર :

બાવીસમી નવેમ્બરથી શરૂ થતી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી (BGT)માટેની ટેસ્ટ-સિરીઝમાં ટેસ્ટ-સ્પેશ્યલિસ્ટ બેટર ચેેતેશ્વર પુજારાની એન્ટ્રી થઈ ગઈ છે. રાજકોટનો 36 વર્ષનો ચેતેશ્વર પુજારા આ પાંચ મેચની સિરીઝમાં બેટથી નહીં પણ માઈક સાથે ફેન્સનું મનોરંજન કરતો જોવા મળશે.

તેને સ્ટાર સ્પોર્ટ્સની કોમેન્ટરી પેનલમાં સામેલ કરવામાં આવ્યો છે.તે ભારતીય ટીમ માટે છેલ્લે જુન  2023માં ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ રમ્યો હતો.

BGT ની ભારતીય સ્કવોડમાં તેને સ્થાન ન મળતાં ભારતીય ફેન્સ નાખુશ જોવા મળ્યા હતા. ભુતપૂર્વ ભારતીય વિકેટકીપર-બેટર દિનેશ કાર્તિકની જેમ તે પણ ક્રિકેટ-કરીઅરનાં અંત પહેલાં કોમેન્ટેટર તરીકે નવી શરૂઆત કરતો જોવા મળશે.