હડકવા માત્ર રખડતાં પ્રાણીઓ દ્વારા જ નહીં પરંતુ પાળતું પ્રાણી કૂતરાં અને બિલાડીઓના કરડવાથી પણ થઈ શકે

લોગવિચાર :

હડકવા માત્ર રખડતાં પ્રાણીઓ દ્વારા જ નહીં પરંતુ પાળતું પ્રાણી કૂતરાં અને બિલાડીઓના કરડવાથી પણ થઈ શકે છે. છેલ્લાં કેટલાક વર્ષોમાં દેશભરમાં આવાં કેસ ઝડપથી વધી રહ્યાં છે.

આંકડા મુજબ, 40 ટકાથી વધુ લોકો પાળતું પ્રાણી કરડ્યા બાદ હડકવા રસીકરણ માટે હોસ્પિટલમાં પહોંચે છે. તેમાંથી 98 ટકાથી વધુ કેસ કૂતરાં કરડવાના હતાં અને બાકીના બે ટકા કેસ બિલાડી, વાંદરો અથવા કોઈ અન્ય જંગલી પ્રાણીનાં કરડવાના હતાં.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર, મુખ્યત્વે એશિયા અને આફ્રિકાની સાથે 150 થી વધુ દેશોમાં હડકવા એક ખતરો છે. વિશ્વભરમાં દર વર્ષે 70 હજાર લોકો અને ભારતમાં 20 હજાર લોકો હડકવાના કારણે જીવ ગુમાવે છે. આ પૈકી 40 ટકાથી વધુ 15 વર્ષથી નાની ઉંમરનાં બાળકો હોય છે.

શહેરોની સરખામણીએ ગ્રામીણ વિસ્તારોમાં સ્થિતિ ખૂબ જ નાજુક છે. હડકવા રસીકરણ વિશેની માહિતીના અભાવ અને ઓછા સંસાધનોને કારણે પરિસ્થિતિ વધુ વણસી છે. ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ બીએચયૂ વારાણસીના ડિરેક્ટર ડો. કૈલાશ કુમાર ગુપ્તા અનુસાર 40 ટકા કેસ પાળતું પ્રાણ પ્રાણીઓ સાથે સંબંધિત હોય છે.

આ રીતે બેદરકારી જોવા મળે છે
કૂતરાં અને બીલાડીઓના બચ્ચાને દર 3 થી 4 અઠવાડિયામાં ટીકા કરણ કરવાનું હોય છે સાથે છ મહિના , એક વર્ષ અને ત્રણ વર્ષે બુસ્ટર રસીકરણની પણ જરૂર પડે છે, પરંતુ ઘણાં કૂતરાં અને બીલાડીઓ પાળતાં લોકો તેની અવગણના કરે છે.

મૃત્યુ દર 100 ટકા છે 
હડકવાના લક્ષણો સરેરાશ બે થી ત્રણ મહિના પછી દેખાવા લાગે છે. વિશ્વમાં માત્ર આઠ જ લોકો હડકવાથી બચી શક્યાં છે. તેમાંથી સાતને પહેલેથી જ રસી આપવામાં આવી હતી અને એક રોગપ્રતિકારક શક્તિને કારણે બચી શક્યો હતો. એકવાર હડકવા થાય પછી મૃત્યુદર 100 ટકાનો છે.

જાનવરો કરડી જાય તો શું કરવું જોઈએ

♦ જો કોઈ પ્રાણી કરડે તો તે જાનવર પર 10 દિવસ નજર રાખો જો જાનવરમાં રેબીઝ હશે તો તે 10 દિવસમાં મરી જશે

♦ જયાં જાનવર કરડ્યું હોય તે જગ્યાને 20 મિનિટ સુધી સાબુથી અને પાણીથી ધોવું જોઈએ.

♦ તાત્કાલિક નજીકના ડોક્ટરનો સંપકે કરી સાત દિવસની અંદર આરઆઇજી અને એન્ટી રેબીઝ રસી લેવી જોઈએ.

હડકવાના આકડાંઓ 

♦ 32 ટકા હડકવાના કેસ કૂતરાના કરડવાથી આવે છે , અને અન્ય બે ટકા વાંદરાઓ, બિલાડીઓના હડકવાના હોય છે.

♦ એશિયા અને આફ્રિકામાં હડકવાને કારણે 95 ટકા મૃત્યુ થાય છે, ભારતમાં હડકવાના સૌથી વધુ કેસો સામે આવે છે.

♦ 80 ટકાથી વધુ હડકવાના કેસો ગ્રામીણ વિસ્તારોમાં થાય છે, જ્યાં હડકવાની સારવાર ઓછી ઉપલબ્ધ હોય છે.