રાહુલ દ્રવિડે કહ્યું કે ગૌતમ ગંભીર એક સફળ કોચ સાબિત થશે

લોગવિચાર :

ભારતીય ક્રિકેટ ટીમનાં ભૂતપૂર્વ કોચ રાહુલ દ્રવિડે ગઈકાલે આશા વ્યક્ત કરી કે રાષ્ટ્રીય ટીમમાં તેનાં સ્થાને આવેલાં ગૌતમ ગંભીર તેની ભૂમિકામાં ઘણાં સફળ સાબિત થશે.

દ્રવિડે એક કાર્યક્રમમાં કહ્યું, તેની પાસે ઘણો અનુભવ છે. એક ખેલાડી તરીકે પણ તે ઘણું રમ્યાં છે. દેખીતી રીતે તેને ઘણું કોચિંગ કર્યું છે. મને ખાતરી છે કે તે આ રોલમાં શાનદાર સાબિત થશે.

તેમણે કહ્યું કે, કોઈપણ કોચ પરિસ્થિતિનો સામનો કરવા માટે પોતાનાં અનુભવ અને જ્ઞાનનો ઉપયોગ કરે છે. મને ખાતરી છે કે ગૌતમ ગંભીર તેનાં સાથી સભ્યો સાથે જે પણ નિર્ણય લેશે તેનાથી ટીમને ફાયદો થશે.