ફરીથી રાજસ્થાન રોયલ્સના કોચ રાહુલ દ્રવિડ બનશે

લોગ વિચાર :

ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કોચ રાહુલ દ્રવિડ રાજસ્થાન રોયલ્સમાં કોચ તરીકે પાછા ફરે તેવી શક્યતા છે. આરઆર અને દ્રવિડ વચ્ચે વાટાઘાટો ચાલી રહી છે, તેઓએ 2014 અને 2015 માં માર્ગદર્શકની ભૂમિકા નિભાવી હતી, 51 વર્ષીય રાહુલનો આરઆર સાથે લાંબો સંબંધ રહ્યો છે.

જ્યારે તેઓ આર.આરના કપ્તાન હતા ત્યારે તેમની ટીમ 2013 માં ચેમ્પિયન્સ લીગ ટી ટ્વેન્ટી ફાઈનલ અને આઈપીએલ પ્લેઓફ સુધી પહોંચી હતી, અને આઈપીએલમાં ત્રીજું સ્થાન મેળવ્યું હતું.

2015 થી, દ્રવિડ બીસીસીઆઈ સાથે અંડર -19 અને ઈન્ડિયા ’એ’ ટીમોના કોચ તરીકે કામ કર્યું છે અને એનસીએમાં અધ્યક્ષ પણ હતા છેવટે સિનિયર ટીમના કોચની જવાબદારી સંભાળી હતી તેમના માર્ગદર્શન હેઠળ હમણાં જ ટી ટ્વેન્ટીમાં ભારત વિશ્વ કપ પણ જીત્યું હતું.

એન સી એ રોયલ્સના 2021 થી ક્રિકેટના ડિરેક્ટર અને દ્રવિડ બોર્ડમાં આવ્યા તે પહેલાં સંગાકારા કોચ હતાં. રોયલ્સના હાઇ પર્ફોર્મન્સ ડિરેક્ટર ઝુબિન ભરૂચા હાલમાં કોલંબોમાં શ્રીલંકાના ખેલાડીઓ માટે એક સપ્તાહ ’બેટિંગ માસ્ટર ક્લાસ’ લઈ રહ્યા છે જે આજે સમાપ્ત થાય છે.

ભરૂચા બેટ્સમેનો માટે તેમની તાલીમ પદ્ધતિઓ માટે જાણીતા છે, જેણે યશસ્વી જયસ્વાલ અને ધ્રુવ જુરેલને તાલીમ આપી તેમના વિકાસમાં મુખ્ય ભૂમિકા ભજવી છે.

ભરૂચાએ જણાવ્યું હતું કે, હું શ્રીલંકા ક્રિકેટ કોચ તરીકે આ એકેડમીમાં સેવા આપી રહ્યો છું કે જયાં આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ પ્રેક્ટિસ કરવા આવી રહ્યા છે તેમાં હું તમને મદદ કરી રહ્યો છું.