લોગ વિચાર :
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની સટાસટી યથાવત રહેવા પામી છે અને છેલ્લા 24 કલાક દરમ્યાન 0.5 થી 11 ઈંચ સુધીનો વરસાદ નોંધાયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ સૌથી વધુ દ્વારકાનાં કલ્યાણપુરમાં ધોધમાર 11 ઈંચ તથા સોરઠનાં માણાવદરમાં 10 અને વિસાવદરમાં 9 ઈંચ વરસાદ ખાબકયો હતો.
જયારે, કેશોદ અને પલસાણામાં 7.5 ઈંચ, બારડોલી-કપરાડામાં 7 ઈંચ, દ્વારકામાં 6.5, માળીયાહાટીનામાં 6.5, રાજકોટનાં ઉપલેટામાં 6, જામજોધપુર પંથકમાં 6 તથા રાણાવાવ અને ગીર ગઢડામાં 5.5 ઈંચ વરસાદ છેલ્લા 24 કલાકમાં વરસ્યો હતો.
દરમ્યાન જામનગરથી મળતા અહેવાલો મુજબ જામનગર જીલ્લામાં વીતેલ 24 કલાક દરમિયાન સાર્વત્રિક વરસાદી વતાવરણ રહ્યું છે અને ધીમોથી માંડીને ધોધમાર વરસાદ ઠેર ઠેર નોંધાયો છે. આજે સવારે પૂર્ણ થતા છેલ્લા 24 કલાક દરમિયાન જામનગરમાં 2 ઇંચ, ધ્રોલ પોણો ઇંચ, અને જામજોધપુરમાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે જયારે જોડિયા અને કાલાવડ શહેરમાં ઝાપટા જેવો વરસાદ પડ્યો હોવાનું નોંધાયું છે.
જામનગર જિલ્લામાં સતત વરસી રહેલાં વરસાદના લીધે નદી-નાળાંઓ છલકાઇ રહ્યાં છે. આ પાણીને કારણે જળાશયો પણ ઓવરફ્લો થઇ રહ્યાં છે. આ વરસાદને લીધે જિલ્લાની પીવાના પાણીની સમસ્યા ઉકેલાઇ ગઇ છેે. જિલ્લાના કુલ 25 જળાશયો પૈકી મોટાભાગના જળાશયો ઓવરફ્લો સપાટીએ વહી રહ્યાં છે.
ખાસ કરીનેે સિંચાઇ વિભાગ હસ્તકના સસોઇ, પન્ના, ફૂલઝર-1, ફૂલઝર-2, સપડા, ડાયમીણસાર, રણજીતસાગર, ઊંડ-3, વોડીસંગ, ફૂલઝર, રૂપાવટી, સસોઇ-2, રૂપારેલ, વનાણા, બાલંભડી, ઉમિયાસાગર, વાગડિયા, ઊંડ-4 વગેરે ડેમો ઓવરફ્લો થતાં જ વહીવટી તંત્ર દ્વારા ડેમના નિચાણવાળા વિસ્તારના લોકોને નદીના પટ્ટમાં અવરજવર ન કરવા સુચના આપવામાં આવી છે.
જામનગર તાલુકાના વસઈમાં સાડા ત્રણ ઇંચ, લાખાબાવળમાં સવા બે ઇંચ, મોટી બાણુંગારમાં 1 ઇંચ, જામવંથલીમાં 2 ઇંચ, મોટી ભલસાણમાં 1 ઇંચ, અને દરેડમાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે. જોડીયાના બાલંભામાં 1 ઇંચ ધ્રોલના જાલીયા દેવાણીમાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે.
જામનગર તાલુકામાં વસઇમાં 3.5 ઇંચ, લાખાબાવળમાં પોણા બે ઇંચ, મોટી બાણુંગારમાં સવા ઇંચ, ફલ્લામાં અડધો ઇંચ, જામવંથલીમાં 2 ઇંચ, મોટી ભલસાણમાં સવા ઇંચ, અલિયાબાડામાં સવા ઇંચ, દરેડમાં 3 ઇંચ વરસાદ પીએચસીમાં નોંધાયો છે.
ધ્રોલ તાલુકાના જાલિયાદેવાણીમાં સવા ઇંચ, જ્યારે પીઠડ અને લૈયારામાં ઝાંપટા નોંધાયા હતાં. જ્યારે જોડિયા તાલુકાના બાલંભામાં એક ઇંચ અને હડિયાણામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો.
આ તરફ કાલાવડ તાલુકાના નિકાવા, ભલસાણ બેરાજા, મોટા વડાળામાં એક-એક ઇંચ જયારે નવાગામમાં 2 ઇંચ તો મોટા પાંચ દેવડામાં સવા બે ઇંચ વરસાદ નોંધાયો છે, જામજોધપુર તાલુકાના સમાણામાં સૌથી વધુ સાડા છ ઇંચ, શેઠવડાળામાં સાડા ચાર ઇંચ. જામવાડીમાં 3 ઇંચ, વાંસજાલીયામાં અઢી ઈંચ, ધુનડામાં દોઢ ઇંચ, ધ્રાફામાં સાડા ત્રણ ઇંચ, પરડવામાં 3 ઇંચ વરસાદ વરસ્યો છે, તો લાલપુર તાલુકાના પડાણા અને મોડપર માં 4 ઇંચ મોટા ખડ્ગા અને હરીપરમાં બબ્બે ઇંચ વરસાદ નોંધાયો છે.
જયારે, નવસારીનાં ચિખલી અને સુરતનાં કામરેજમાં 6.5, વલસાડનાં પારડી, ઉમરગામ તથા નવસારીનાં ખગ્રામમાં 5.5 ઈંચ, ગીરગઢડા, કુતિયાણા, કોડીનારમાં પાંચ-પાંચ ઈંચ, વંથલીમાં 4, જૂનાગઢ શહેરમાં પણ 4 ઈંચ, જયારે મેંદરડા અને માંગરોળમાં 3-3 ઈંચ, જામજોધપુર-સુત્રાપાડામાં 3-3 ઈંચ, રાજકોટ જિલ્લાનાં ધોરાજીમાં 3, ભાવનગરના સિંહોરમાં 2.5, ઉનામાં પણ 2.5, કચ્છનાં અબડાસામાં 2, સુરેન્દ્રનગરનાં થાનમાં 2 ઈંચ અને નખત્રાણામાં પણ 2 ઈંચ વરસાદ છેલ્લા 24 કલાક દરમ્યાન નોંધાયો છે.