લોગ વિચાર :
સુરતમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. પીપલોદ, ઉમરા, રાંદેર, ડુમસ, અઠવા ગેટ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. લાંબા વિરામ બાદ વરસાદથી સુરતીલાલાઓમાં આનંદની લાગણી છવાઇ છે. લોકોના હૈયે ટાઢક વળી છે ગરમીમાં રાહત મળી છે બીજીતરફ વાવણીલાયક વરસાદ શરૂ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.