લોગ વિચાર :
બોલીવુડથી લઈને સાઉથ સિનેમા સુધીના ઘણા સ્ટાર્સની પત્નીઓ પોતાનો ફેવરિટ બિઝનેસ સંભાળી રહી છે. કેટલાક ઈન્ટિરિયર ડિઝાઈનર્સ છે અને કેટલાક ફેશન ઉદ્યોગમાં ધમાલ મચાવી રહ્યા છે.
તેમાંથી એક છે સાઉથના સુપરસ્ટાર રામ ચરણની પત્ની ઉપાસના કામીનેની અને કદાચ બહુ ઓછા લોકો જાણે છે કે તે કેટલું મોટું બિઝનેસ સામ્રાજય ચલાવી રહી છે. ઉપાસના જે એમ્પાયરની માલીક છે, ફિલ્મ ઉદ્યોગના ટોપ સિતારાઓ કરતા બમણી આવક તેની પાસે છે. રામ ચરણે આરઆરઆર, મગધીરા, રંગસ્થલમ, જંજીર (હિન્દી) વગેરે ફિલ્મમાં કામ કયુર્ં છે. તે સાઉથનો સુપરસ્ટાર છે.
રામ ચરણની ગણતરી સિનેમા ઉદ્યોગના ધનિક સ્ટાર્સમાં થાય છે. પરંતુ બહુ ઓછા લોકો જાણતા હશે કે તેમની પત્ની ઉપાસના કામિનેની કેટલો મોટો બિઝનેસ સંભાળી રહી છે. ઉપાસના હંમેશા અભ્યાસમાં ખૂબ તેજસ્વી રહી છે. તેણે લંડન કોલેજમાં અભ્યાસ કર્યો ઉપાસના લગભગ રૂા.77,000 કરોડનું વિશાળ બિઝનેસ સામ્રાજય સંભાળી રહી છે. વાસ્તવમાં, ઉપાસના એપોલો હોસ્પિટલના ચેરમેન ડો. પ્રતાપ સી. રેડ્ડીની પૌત્રી છે.
જો કે, જો આપણે ઉપાસના અને રામ ચરણની કુલ નેટવર્થ વિશે વાત કરીએ તો તે લગભગ 2500 કરોડ રૂપિયાનું હોવાનું કહેવાય છે. અહેવાલો અનુસાર, રામ ચરણ 1370 કરોડ રૂપિયાના માલિક છે. જયારે ઉપાસનાની કુલ સંપતિ લગભગ 1130 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. આ બંને ખૂબ જ વૈભવી જીવન જીવે છે અને તેમના ઘરની કિંમત લગભગ 30 કરોડ રૂપિયા છે. બંને પાસે પોતાનું પ્રાઈવેટ જેટ પણ છે. તેની લકઝરી કાર્સની વાત કરીએ તો તેની પાસે મર્સિડીઝ, મેબ્રેક, રોલ્સ રોય જેવી અનેક કારો છે.