લોગવિચાર :
ભારતનાં મોટા ઉદ્યોગપતિ અને ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન 86 વર્ષીય રતન નવલ ટાટા મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ છે. આ સમાચાર પર તેમણે પોતે જ પોતાની તબિયત અંગે અપડેટ આપી હતી.
કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે, રતન ટાટા બ્રીચ કેન્ડી હોસ્પિટલના આઇસીયુમાં દાખલ છે. તેનું બ્લડ પ્રેશર ઘણું ઓછું થઈ ગયું હતું. લો બીપી થતાં હોસ્પિટલમાં લાવવામાં આવ્યાં હતાં. આ અંગે તેણે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે, તે હોસ્પિટલમાં જનરલ ચેકઅપ માટે આવ્યાં હતાં .
રતન ટાટાએ એક નિવેદન જારી કરીને લોકોને તેમનાં સ્વાસ્થ્ય વિશે જાણકારી આપી હતી. તેમનાં નિવેદનમાં રતન ટાટાએ જણાવ્યું હતું કે, "હું મારા સ્વાસ્થ્યને લઈને ફેલાયેલી તાજેતરની અફવાઓથી વાકેફ છું. હું દરેકને ખાતરી આપવા માંગુ છું કે આ દાવાઓ પાયાવિહોણા છે.
મારી ઉંમર અને સંબંધિત તબીબી પરિસ્થિતિઓને કારણે મારી હાલમાં સારવાર ચાલી રહી છે." મેડિકલ ચેકઅપ કરાવવું ચિંતા કરવાનું કોઈ કારણ નથી અને હું લોકોને ખોટી માહિતી ફેલાવવાનું ટાળવા વિનંતી કરું છું.
રતન ટાટાએ પોતાનાં નિવેદનમાં જણાવ્યું કે, તેઓ તેમનાં મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલ ગયાં હતાં. તેમની તબિયત બિલકુલ ઠીક છે. તેમણે લોકોને એમ પણ કહ્યું કે તમામ અફવાઓ ખોટી છે.
રતન ટાટાને પદ્મ વિભૂષણ અને પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યાં છે
28 ડિસેમ્બર 1937ના રોજ જન્મેલાં રતન ટાટા ટાટા ગ્રુપના સ્થાપક જમશેદજી ટાટાના પ્રપૌત્ર છે. તેઓ 1990 થી 2012 સુધી ટાટા ગ્રુપના ચેરમેન રહ્યાં હતાં અને ઓક્ટોબર 2016 થી ફેબ્રુઆરી 3017 સુધી વચગાળાનાં ચેરમેન તરીકે સેવા આપી હતી. તેમને ભારતના બે સર્વોચ્ચ નાગરિક પુરસ્કારો, પદ્મ વિભૂષણ (2008) અને પદ્મ ભૂષણ (2000) એનાયત કરવામાં આવ્યાં છે.