પ્રદૂષણમાં ઘટાડો ભારતીયોના આયુષ્યમાં એક વર્ષનો વધારો કરે છે : રિપોર્ટમાં રસપ્રદ ખુલાસો

લોગવિચાર :

દેશ અને દુનિયામાં વાયુ પ્રદુષણની ગંભીર સમસ્યા વચ્ચે નવા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે દેશમાં પ્રદુષણનાં સ્તરમાં ઘટાડાથી ભારતીયોની જીંદગી સરેરાશ એક વર્ષ વધી ગઈ છે.

રિપોર્ટ અનુસાર 2021 ની તુલનામાં 2022 માં પીએમ કણ પ્રદુષણમાં 19.3 ટકાનો ઘટાડો નોંધાયો હતો જેથી લોકોની જીવન અપેક્ષામાં વૃધ્ધિ થઈ. સિકાગો વિશ્વ વિદ્યાલયનાં વાયુ ગુણવતા જીવન સુચકાંક 2024 ના રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે, આગામી વર્ષમાં પીએમ કણોના સ્તરમાં ઘટાડો ચાલૂ રહ્યો તો ઉતરી મેદાની વિસ્તારોમાં લોકોની જીવન અપેક્ષા 1.2 વર્ષ સુધીમાં વધી જશે.જોકે ડબલ્યુ એચઓનાં પીએમ 2.5 કણનાં ધોરણ પુરા નહિં કરવા પર જીંદગીમાં 3.6 વર્ષનો ઘટાડો થવાની પણ સંભાવના છે.

સારા વરસાદથી પ્રદુષણ ઘટયુ:
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 2022 માં ભારત સહીત દક્ષિણ એશીયામાં અનેક દેશોમાં સારો વરસાદ થયો જેના કારણે પ્રદુષણનાં સ્તરમાં ઘટાડો જોવા મળ્યો.

રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે, 2022 માં ભારતમાં પીએમ 2.5 આંદ્રતા 2021 ની તુલનામાં લગભગ 9 માઈક્રોગ્રામ પ્રતિ ઘન મીટર (19.3) ટકા ઓછી હતી.

ભારતના સૌથી પ્રદુષીત ક્ષેત્ર ઉતરી મેદાની વિસ્તારમાં પીએમ કણ સ્તરમાં 17.2 ટકાનો ઘટાડો જોવા મળેલો જો ભારતમાં પીએમ કણનાં ડબલ્યુંએચઓના ધોરણોને પુરા કરવામાં આવે તો દિલ્હીવાસીઓની વયમાં 7.8 ટકાનો વધારો થાય.

જયારે બંગાળનાં લોકોની વય 3.6 વર્ષ વધે. ગ્રીન પીસ ઈન્ડીયાના મેનેજર અવિનાશ ચંચલ જણાવે છે કે વાયુ પ્રદુષણનાં સ્તરમાં મામુલી ઘટાડાથી જીવન અપેક્ષામાં વૃદ્ધિ થઈ શકે છે.નીમ્ન સ્તરનું વાયુ પ્રદુષણ પણ જીવનને ઘણુ ઘટાડી શકે છે.