રીલ ટુ રિયલ : ગુજરાતી ફિલ્મ સ્ટાર્સ મલ્હાર ઠાકર અને પૂજા જોશી લગ્ન કરશે

લોગવિચાર :

ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી ના જાણીતા સ્ટાર મલ્હાર ઠાકર અને પૂજા જોશી લગ્ન ગ્રંથોમાં જોડાશે. મલ્હાર એ પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી જાણકારી આપી છે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો સુપરસ્ટાર અત્યારે સૌથી એલિજિબલ બેચલર મલ્હાર ઠાકર હવે ફાઇનલી લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યો છે. છેલ્લા કેટલાય સમયથી ગુજરાતી ફિલ્મના ચાહકોમાંએ વાત ચર્ચાનો વિષય બની હતી કે ગુજરાતી ફિલ્મના અભિનેતા મલ્હાર ઠાકર ટૂંક સમયમાં જ લગ્ન કરવાનો છે.

તેમના લગ્નની અફવાઓ પણ ઘણા સમયથી ઊડી રહી હતી કે, તે ગુજરાતી એક્ટ્રેસ પૂજા જોશી સાથે લગ્ન કરવાનો છે. આ અફવાઓએ માર્કેટ એટલું ગરમ કર્યું હતું કે ફેન્સ રાજીના રેડ થઈ ગયા હતા. ત્યારે હવે ફાઇનલી મલ્હાર ઠાકર અને પૂજા જોશીએ ઓફિશિયલી આની જાહેરાત કરી દીધી છે અને તેઓ લગ્ન કરવા જઈ રહ્યાં છે.

પૂજા જોષી અને મલ્હાર ઠાકર બંનેએ સ્ક્રીન પર સાથે કામ કર્યું છે. મલ્હાર ઠાકર અને પૂજા જોષીએ સાથે એક વેબ સિરીઝ અને બે ફિલ્મોમાં કામ કર્યું છે. તેમણે સાથે વેબ સિરીઝ ’વાત વાતમાં’ સિઝન વન અને ટૂમાં કામ કર્યું છે. જેમાં તેમની કેમેસ્ટ્રી ખૂબ વખાણવામાં આવી હતી. આ સિવાય તેમણે ફિલ્મ ’વીર ઈશાનું શ્રીમંત’ માં એક યંગ મેરિડ કપલની ભૂમિકા ભજવી હતી. છેલ્લે તેઓ આ વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ ’લગ્ન સ્પેશ્યલ’ માં કપલની ભૂમિકામાં જોવા મળ્યાં હતાં.

પૂજા અને મલ્હારની જોડી લાઇમલાઈટમાં રહી પૂજા અને મલ્હારની જોડી કેટલીક ફિલ્મોમાં જોવા મળી છે. આ પછી જ તેમના સંબંધોની ચર્ચાઓએ વેગ પકડયો હતો. તાજેતરમાં જ એક ઇન્ટરવ્યૂમાં અભિનેત્રી પૂજા જોષીએ પણ સ્વીકાર્યું કે તે અને મલ્હાર ઠાકર નવેમ્બર મહિનાના અંતમાં લગ્ન કરવાનાં છે.