લોગ વિચાર :
રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝએ તેના કોલા ઉત્પાદનો હવે વિદેશમાં પણ વેચશે. ભારતમાં રીલાયન્સ રીટેલ દ્વારા કેમ્પા કોલા, સહિતના કોલા ઉત્પાદનો લોચ થયા છે અને તે ભારતમાં કોકાકોલા તથા પેપ્સી સહિતના સોફટડ્રિન્કસ સાથે સ્પર્ધા કરે છે.
હવે આ કેમ્પા કોલા તે મધ્યપુર્વમાં અને બાદમાં એશિયાના અન્ય દેશો તથા આફ્રિકામાં વેચશે. બહેતરીનમાં કંપનીએ રીટેલ સ્ટોર્સમાં આ બ્રાન્ડ વેચવાનો પ્રારંભ કર્યો છે
ટુંક સમયમાં એ ઓમાન, સાઉદી અરેબીયામાં પણ વેચશે. આગામી ઉનાળા પુર્વે તે વધુ દેશોમાં પહોંચવા માંગે છે અને તે સાઉદી અરેબીયા અને યુએઈમાં બોટલીંગ પ્લોટ પણ સ્થાપવા ભાગીદાર શોધી રહી છે.