લોગ વિચાર :
ઘરેલુ અને આંતર રાષ્ટ્રીય પર્યટકોની યાત્રા સુગમ બનાવવા માટે ઉતરપ્રદેશ વ્રજ તીર્થ વિકાસ પરિષદે બરસાના અને વૃંદાવનમાં બે અનોખી રોપ-વે પરિયોજના શરૂ કરી છે. વ્રજ તીર્થ વિકાસ પરિષદનાં મુખ્ય કાર્યકારી અધિકારી એસ.બી.સિંહે જણાવ્યું હતું કે બરસાના રોપ-વેનું પ્રાયોગીક પરીક્ષણ આજે 18 જુને કરવામાં આવશે.
આ રોપ-વે પર્યટકોને માત્ર રોમાંચક અનુભવ નહિં કરાવે બલકે ટ્રાફીક જામની પરીક્ષામાંથી પણ મુકિત અપાવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે બરસાનામાં લાડલી મંદિરમાં આવતા પર્યટકોએ આ મંદિર સુધી પહોંચવા માટે 180 થી વધુ જર્જરીત અને ખતરનાક પગથીયાઓ પરથી પસાર થવુ પડે છે. જોકે રોપ-વે સુવિધા શરૂ થવાથી હવે ખાસ કરીને વડીલોને લાડલી મંદિર આવવાનો અવસર મળશે
બરસાનામાં રોપ-વે પ્રાકૃતિક પહાડીઓનાં મનોરમ્ય દ્રશ્યના દર્શન કરાવશે
અધિકારીઓએ જણાવ્યું હતું કે 15.87 કરોડ રૂપિયાની બરસાના રોપ-વે પરિયોજનામાં 12 ટ્રોલી હશે અને એક કલાકમાં 500 થી વધુ લોકો યાત્રા કરી શકશે. કોઈ અપ્રિય ઘટનાથી બચવા માટે ટ્રોલી પરિચાલન (ઓપરેટીંગ) દરમ્યાન બચાવ દળના લોકો તૈનાત રહેશે તેમણે એ પણ જણાવ્યું હતું કે સર્વેક્ષણ બાદ વૃંદાવન રોપ-વે પરિયોજનાનો સંભવીત રીપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે.