રૂા. 2000ના દરની 98% નોટો બેંકોમાં પરત : 7409 કરોડ નોટો હજુ પણ લોકો પાસે

લોગ વિચાર :

2000 રૂપિયાની લગભગ 98 ટકા (97.92%) નોટ બેન્કિંગ સિસ્ટમમાં પરત આવી ગઇ છે. જોકે, હજુ પણ 7,409 કરોડ રૂપિયાની ચલણી નોટો માર્કેટમાં છે. ભારતીય રિઝર્વ બેન્કે જણાવ્યું હતું કે, બે હજાર રૂપિયાની 97.92 ટકા નોટ બેન્કિંગ સિસ્ટમમાં પરત ફરી છે અને પરત લેવાયેલી નોટોમાથી માત્ર 7,409 કરોડ રૂપિયા જ જનતા વચ્ચે બચી છે.

19 મે, 2023ના રોજ ભારતીય રિઝર્વ બેન્કએ 2000 રૂપિયાની બેન્કનોટોને ચલણમાંથી પરત લેવાની જાહેરાત કરી હતી. તે દિવસે ચલણમાં રહેલી બે હજારની નોટોનું મૂલ્ય દિવસનો કારોબાર બંધ થવા પર 3.56 લાખ કરોડ રૂપિયા હતું.

31 જુલાઇ 2024ના રોજ કારોબાર બંધ થવા પર તે ઘટીને 7,409 કરોડ રૂપિયા થઇ ગયું હતું. 2000 રૂપિયાની બેન્ક નોટોને જમા કરવા અને અથવા બદલવાની સુવિધા 7 ઓક્ટોબર, 2023 સુધી દેશની તમામ બેન્ક શાખાઓમાં ઉપલબ્ધ હતી.