ગૃહ મંત્રી હર્ષ સંઘવીના પિતાશ્રી રમેશભાઈનું દુઃખદ અવસાન

લોગ વિચાર :

આજે સવારે ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીના પિતાશ્રી રમેશભાઈ સંઘવીનું દુઃખદ અવસાન થયું છે. છેલ્લા ઘણા સમયથી તેઓની તબિયત નાદુરસ્ત હતી. કોરોનાકાળ બાદ તેમને તબિયત બગડી હતી અને સારવાર માટે હૈદરાબાદ પણ લઈ જવાયા હતા.

શ્રી રમેશભાઈ છેલ્લા કેટલા સમયથી ડાયાલિસિસ પર હતા. આજે સુરતની ખાનગી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. સંઘવી પરિવારનાં મોભીનું દુઃખદ અવસાન થી શોકનો માહોલ છવાયો હતો. છેલ્લા ત્રણ દિવસથી રમેશભાઈ આઇસીયુમાં દાખલ હતા, તેથી હર્ષભાઈએ બે દિવસથી તમામ કાર્યક્રમો રદ કર્યા હતાં.

સાંજે પાંચ વાગ્યે હર્ષ સંઘવીના નિવાસ સ્થાન ધરમ પેલેસ પારલે પોઈન્ટથી તેમની અંતિમ યાત્રા ઉમરા સ્મશાન ભૂમિ માટે નીકળશે. શ્રી રમેશચંદ્ર સંઘવી અનેક સેવા કાર્યો સાથે સંકળાયેલા હતા.