લોગ વિચાર :
બોલીવૂડ અભિનેતા સૈફઅલી ખાનને છરીથી હુમલા તથા ઝપાઝપીમાં શરીરમાં અર્ધો ડઝનથી વધુ સ્થળે ઇજા થઇ હતી અને ત્રણેક ઘા ઉંડા હતી. સર્જરી બાદ તેને આઇસીયુમાં રાખવામાં આવ્યો છે.
લીલાવતી હોસ્પીટલ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે સૈફઅલી ખાનની સફળતાપૂર્વક સર્જરી કરવામાં આવી હતી. શરીરમાંથી 2.5 ઇંચનો તીક્ષ્ણ-ધારદાર ટુકડો નીકળ્યો હતો. જે છરીનો હોવાનું માલુમ પડ્યું છે. આ સિવાય કરોડરજ્જુમાં ગંભીર ઇજા છે. હાથ તથા ગળામાં પણ ઉંડા ઘા જણાયા હતા. ઝપાઝપીમાં શરીરના અનેક ભાગમાં ઇજાના નિશાન જણાયા હતા.
અભિનેતા જો કે ભયમુક્ત છે. સર્જરી બાદ આઇસીયૂમાં ખસેડવામાં આવ્યો છે. મોટાભાગે આવતીકાલે રજા આપી દેવામાં આવશે. સૈફઅલી ભયમુક્ત હોવાના નિવેદન બાદ તેના સેંકડો ફેન્સે રાહતનો શ્વાસ લીધો છે. તબીબી રીપોર્ટ પ્રમાણે કરોડરજ્જુમાં છરીનો ઘા ઉંડો હતો. શરીરમાં અનેક સ્થળોએ ઇજાના નિશાન હોવાને કારણે પ્લાસ્ટીક સર્જરી પણ કરવી પડશે.