સલમાન ખાન મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેના ઘરે પહોંચ્યો : ગણેશજીના દર્શન કર્યા

લોગવિચાર :

બોલીવુડના દબંગ ખાન એટલે કે સલમાન ખાનનો ગણેશજી પ્રત્‍યેનો પ્રેમ જગજાહેર છે અને આખું ખાન કુટુંબ દર વર્ષે ગણેશોત્‍સવ દરમિયાન ગણેશજીની પ્રાર્થના કરતા હોય છે અને ઉજવણીમાં સામેલ થતા હોય છે. જોકે સલમાન ખાને મહારાષ્ટ્રના મુખ્‍ય પ્રધાન એકનાથ શિંદેના ઘરે લેવામાં આવેલા ગણપતિ બાપ્‍પાના દર્શન કર્યા એ સમાચાર અને એની તસવીરોએ ઇન્‍ટરનેટ પર ધૂમ મચાવી હતી

એકનાથ શિંદેએ રવિવારે સોશિયલ મીડિયા પર અમુક તસવીરો મૂકી હતી જેમાં સલમાન ખાન ઉપરાંત તેની બહેન અર્પિતા તેમના ઘરે આવેલા ગણપતિજીના દર્શન કરતા દેખાય છે.

સલમાન ખાન એકનાથ શિંદેના ઘરે આવેલા ગણપતિના દર્શન કરતો હોય એ તસવીરોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી હતી અને સલમાન ખાનના બિનસાંપ્રદાયિક વલણની ખૂબ પ્રશંસા પણ કરી હતી. પોતે મુસલમાન હોવા છતાં તે હિંદુ ભગવાનમાં વિશ્વાસ રાખે છે અને તેમનું સન્‍માન કરી દર્શન કરી ઉજવણીમાં સામેલ થાય છે એ બદલ લોકોએ સલમાન ખાનના ખૂબ વખાણ કર્યા હતા.

તસવીરોમાં મુખ્‍ય પ્રધાન શિંદે સલમાન ખાનના હાથમાં શ્રીફળ, રંગીન દુપટ્ટો, ગણેશજીની મૂર્તિ આપતા હોય તે પણ દેખાય છે.