શાહરૂખ ખાનના પુત્ર આર્યનની વેબ સિરીઝ 'સ્ટાર દમ'માં સલમાન કરશે કેમિયો રોલ?

લોગવિચાર :

બોલિવૂડ સ્ટાર શાહરુખ ખાનનો પુત્ર આર્યન ‘સ્ટાર ડમ’ નામની વેબ સીરીઝથી ડાયરેક્ટર તરીકે ડેબ્યુ (શરુઆત) કરી રહ્યો છે. દરમિયાન એક મોટી ખબર બહાર આવી છે કે આર્યની આ વેબ સીરીઝમાં બોલિવુડના દબંગ સ્ટાર સલમાન ખાન પણ નજરે પડશે.

રિપોર્ટ મુજબ આર્યન ખાને સલમાનને સીરીઝના એક એપિસોડનો ભાગ બનવા માટે સંપર્ક કર્યો છે, સલમાનને ‘સ્ટાર ડમ’માં કેમિયો માટે ઓફર કરાઇ છે અન તેના માટે તેણે હા પણ પાડી દીધી છે. જો કે સીરીઝના એક એપિસોડમાં શાહરૂખ ખાન જોવા મળે તેવી પણ ચર્ચા છે.

જો કે આ સીરીઝમાં સલમાન ખાન અને શાહરૂખ ખાન સાથે નજરે નહીં પડે પણ ફેન્સ માટે આર્યનના ડેબ્યુ પ્રોજેક્ટમાં સલમાનને જોવો ઘણો એકસાઇટીંગ રહેશે વેબ સીરીઝની વાત કરીએ તો તે 6 એપિસોડની સીરીઝ છે અને તેમાં અભિનેત્રી મોનાસિંહ મુખ્ય ભૂમિકામાં છે.