સંજય દત્તને UKના વિઝા ન મળતા આખરે બહાર થઈ ગયા

લોગ વિચાર :

અજય દેવગન અને સંજય દત્ત અભિનીત ફિલ્મ સન ઓફ સરદાર વર્ષ 2012માં રીલિઝ થઈ હતી. 12 વર્ષ બાદ આ ફિલ્મની સિક્વલ બનાવવાની તૈયારી ચાલી રહી છે. હવે આ ફિલ્મને લઈને બે નવી માહિતી સામે આવી રહી છે. અહેવાલ છે કે આ ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. એવી પણ ચર્ચા છે કે અભિનેતા સંજય દત્ત આ ફિલ્મમાં જોવા નહીં મળે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ફિલ્મમાં અજય દેવગન અને સંજય દત્ત સાથે ઘણા કલાકારો જોવા.મળવાના હતા, પરંતુ હવે સંજય દત્ત આ ફિલ્મમાંથી બહાર થઈ ગયા છે. કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મમાં સંજય દત્તની જગ્યાએ અભિનેતા રવિ કિશન જોવા મળશે. આ ફિલ્મમાંથી સંજય દત્તના એક્ઝિટનું કારણ પણ સામે આવ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેની પાછળનું કારણ એક્ટરનો લંડનનો વિઝા છે, જેને રિજેક્ટ કરવામાં આવ્યો છે.

વાસ્તવમાં વર્ષ 1993માં મુંબઈ બ્લાસ્ટમાં સંજય દત્તનું નામ સામે આવ્યું હતું અને તેના સંબંધમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. તે જેલમાં ગયો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અભિનેતાના બ્રીટનના  વિઝા ક્રાઈમ રેકોર્ડના કારણે કેન્સલ કરવામાં આવ્યા છે .

એક સૂત્રએ ખુલાસો કર્યો છે કે, ’સંજય દત્ત 1993માં ધરપકડ થવાને કારણે ઘણી વખત અમેરિકા જઈ ચૂક્યો છે. પરંતુ યુકેના વિઝા માટે ઘણી વખત અરજી કરવા છતાં તેને રિજેક્ટ કરવામાં આવ્યો હતો. સન ઓફ સરદાર 2 ના શૂટિંગ માટે તેને યુકે પણ જવું પડ્યું હતું. પરંતુ જ્યારે તેણે વિઝા માટે અરજી કરી ત્યારે તેને રિજેક્ટ કરવામાં આવ્યો હતો.