લોગવિચાર :
સંત શિરોમણી, વીરપુરનાવાસી પૂ. જલારામ બાપાની રરપમી જન્મ જયંતીનો સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં અનેરો ધર્મોલ્લાસ છવાયો છે. પૂ. જલારામ બાપાની જન્મ જયંતિ નિમિતે ઠેર ઠેર શોભાયાત્રા, મહાઆરતી, અન્નકૂટોત્સવ, મહાપ્રસાદના આયોજનો કરાયા છે. ભકતોમાં અનેરો ઉમંગ જોવા મળી રહ્યો છે.
વીરપુર
ભજન, ભોજન અને ભકિતનો ત્રિવેદી સંગમ એવા અને સૌરાષ્ટ્રના સુપ્રસિધ્ધ યાત્રાધામ વીરપુરમાં આજે પૂ. જલારામ બાપાની જન્મ જયંતિના દેશ-વિદેશથી હજારો ભાવિકો ઉમટી રહ્યા છે. હજારો પદયાત્રિકો વીરપુર પહોંચીને પૂ. જલારામ બાપાના દર્શન કરીને ધન્ય બની ઉઠયા હતા.
રાજકોટ
રાજકોટમાં જલારામ જન્મોત્સવ સમિતિ દ્વારા સંત શિરોમણિ પૂ. જલારામ બાપાની રરપમી જન્મ જયંતિ નિમિતે આજે જલારામ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. આજે બપોરે ચાર વાગે ચૌધરી હાઇસ્કુલના પટાંગણે સંતો-મહંતોની ઉપસ્થિતિમાં ઉદઘાટન તથા સ્વાગત વિધિ બાદ શોભાયાત્રાનો પ્રારંભ થશે. શોભાયાત્રામાં વીસથી વધારે ફલોટસ સામેલ કરાયા છે.
જલારામ શોભાયાત્રા ચૌધરી હાઇસ્કુલથી પ્રસ્થાન થઇને રાજકોટના મુખ્ય માર્ગો પરથી પસાર થઇને વિરાણી હાઇસ્કુલના પટાંગણમાં વિરામ પામશે. ત્યાં મહાઆરતી બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે.
રાજકોટના વિવિધ વિસ્તારોમાં પૂ. જલારામ બાપાની રરપમી જન્મ જયંતી નિમિતે રઘુવંશી યુવા ગ્રુપ દ્વારા સાંજે મહાઆરતી તથા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે.
ગોંડલ
જ્યાં ટુકડો ત્યાં હરિ ઢુકડોની યુક્તિને ખરા અર્થમાં સાર્થક કરનાર પરમ પૂજ્ય જલારામબાપાની 225મી જન્મજયંતિ ભક્તિભાવ અને હર્ષોઉલ્લાસથી શ્રી ગોંડલ લોહાણા મહાજન દ્વારા ઉજવણી કરવામાં આવનાર છે કારતક સુદ સાતમ એટલે પૂજ્ય જલારામબાપા ની જન્મ જયંતિ અને ગત વર્ષની માફક આ વર્ષે ગોંડલ રઘુવંશી સમાજ દ્વારા બે દિવસીય જલારામ જયંતિ ઉત્સવ ઉજવાય રહ્યો છે જેમાં રક્તદાન કેમ્પ - જલારામ બાપા ની ઝાંખી - પૂ. જલારામબાપા ને 56ભોગ અન્નકોટ - સમૂહ પ્રસાદ તથા વિશાળ શોભાયાત્રા સહીત ના કાર્યક્રમોનું ભવ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવેલ છે .
શ્રી ગોંડલ લોહાણા મહાજન દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ પૂ. જલારામ બાપાની 225 મી જયંતી ધામધૂમથી ઉજવાશે જે અંતર્ગત આજે ગુરુવારે સવારે 9 થી સાંજના 5 ભવ્ય સર્વજ્ઞાતિય મહા રક્તદાન કેમ્પ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તનું દાન કરી ઉજવણી કરી હતી આ તકે ગોંડલ ના સુપ્રસિદ્ધ શ્રી રામજી મંદિરના મહંત શ્રી જયરામદાસજી મહારાજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જેમના વરદ્દ હસ્તે બ્લડ ડોનેશન કેમ્પને ખુલો મુકવામાં આવ્યો હતો.
આ બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવવા માટે શ્રી ગોંડલ લોહાણા મહાજન ના પ્રમુખ જગદીશભાઈ ગણાત્રાના માર્ગદર્શન હેઠળ અલ્પેશભાઈ જીવરાજાની, જયેશભાઇ ભોજાણી, મિતુલભાઈ ખીમાણી, વૈભવ ગણાત્રા, પ્રકાશભાઈ ઠકરાર, રવિ ગદેશા, મોહિત રાજાણી, તેજસ અઢિયા, વિરલ વસાણી, જયેશ પાંધી, પવન સોનપાલ, ચેતન ભોજાણી, વિક્રમભાઈ તન્ના, સહિતના રઘુવંશી ભાઈઓ તથા મોટીસંખ્યા માં બહેનો એ જહેમત ઉઠાવી હતી
આજે જલારામ જયંતિ ઉત્સવ નિમિતે ભવ્ય જ્ઞાતિ પ્રસાદ તેમજ શોભાયાત્રા નીકળશે
ગોંડલ લોહાણા મહાજન ના પ્રમુખ શ્રી જગદીશભાઈ ગણાત્રા એ જણાવ્યું હતું કે લોહાણા મહાજન ના હોદેદારો ની ટીમ દ્વારા તા. 8/11ને શુક્રવારે પૂજ્ય જલારામબાપાની જન્મ જયંતી નિમિતે સવારે 9.00 કલાકે લોહાણા મહાજનવાડી ખાતે પૂ. જલારામ બાપા નું પૂજન ગોંડલ ના સુપ્રસિદ્ધ રામજી મંદિર ના મહંતશ્રી જયરામદાસજી મહારાજ ની ખાસ ઉપસ્થિતિમાં થયેલ તેમજ મહાપ્રસાદ સવારે 11.00 કલાકેથી શરૂ થશે.
જેમાં સમસ્ત રઘુવંશી સમાજ ઉપરાંત દરેક સમાજ શ્રેષ્ઠિઓ રાજકીય આગેવાનો અધિકારીશ્રીઓ પધારી પ્રસંગ ને દીપાવશે ત્યારબાદ પૂ. જલાબાપાની ભવ્ય શોભાયાત્રા સાંજે 4 વાગ્યે લોહાણા વાડી થી ભવ્ય આતશબાજી થી પ્રસ્થાન કરી ડીજે સંગ વાજતે ગાજતે શહેર ના મુખ્ય રાજમાર્ગો પર ફરી જલારામ મંદિર ખાતે પૂર્ણાહૂતિ કરશે જેમાં રઘુવંશી સમાજના ભાઈ બહેનો મોટી સંખ્યામાં જોડાશે અને કુમારિકાઓ કળશ ધારણ કરી શોભાયાત્રા માં શોભા વધારશે. જયારે શોભાયાત્રાના રૂટ પર વિવિધ સેવાકીય સંસ્થા દ્વારા ઠંડા પીણાંની સુંદર વ્યવસ્થા નું આયોજન કર્યું છે
આ પ્રસંગને સફળ બનાવવા ગોંડલ શહેરની રઘુવંશી સમાજની વિવિધ સેવાકીય સંસ્થાઓ જેવી કે ગોંડલ લોહાણા મહાજન - રઘુવંશી સેવા મંડળ - રઘુવંશી મહિલા મંડળ - લોહાણા વિદ્યાર્થી ભવન - રઘુવંશી સોશ્યિલ ગ્રુપ - જલારામ મંદિર - રઘવંશી ક્રેડિટ કો-ઓપરેટિવ સોસા. લી - વરિષ્ઠ લોહાણા સમાજ - વીર યુવા ગ્રુપ - ગિરિરાજ ગૌમૂત્ર ચિકિત્સા કેન્દ્ર તેમજ સમસ્ત લોહાણા જ્ઞાતિના ભાઈ-બહેનો દ્વારા જહેમત ઉઠાવી રહ્યા છે.
જસદણ
સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની 225 મી જન્મ જયંતી નિમિત્તે તારીખ 8-11-2024ને શુક્રવારે બપોરે 3 કલાકે જલારામ મંદિર ખાતેથી શોભાયાત્રા શરૂ થશે. આ શોભાયાત્રા મોતી ચોક, ટાવર ચોક, શ્રીનાથજીની હવેલી થઈને જલારામ મંદિરે સહિતના વિવિધ સ્થળે શોભાયાત્રા ફરશે. જસદણ લોહાણા મહાજન વાડી ખાતે મહા આરતી તથા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. દરેક ધર્મપ્રેમી જનતાને ઉપસ્થિત રહેવા આયોજકોએ અનુરોધ કર્યો છે.
અમરેલી
જયાં અન્નનો ટુકડો ત્યાં હરિ ઢુકડો ’ તેને સાર્થક કરનાર સંત શિરોમણી પૂ. જલારામબાપાની આજે રરપમી જન્મ જયંતિ હોય, અમરેલી શહેર, સાવરકુંડલા, બાબરા,અ ચલાલા, ધારી, કુંકાવાવ, વડીયા, રાજુલા, ખાંભા, કોટડાપીઠા સહિત જિલ્લામાં અનેક સ્થળોએ ધામધુમપુર્વક સંત શિરોમણી પૂ. જલારામબાપાની આજે રરપમી જન્મ જયંતિ ઉજવણી કરવામાં આવી રહી છે. રઘુવંશી સમાજ સહિત જલારામબાપાના શિષ્ય પરિવાર દ્વારા ઉજવણીના ભાગરૂપે આજે શોભાયાત્રા, ભજન, સમૂહભોજન, જ્ઞાતિ ભોજન, સાધુભોજન તથા અન્નકુટ જેવા ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.
અમરેલી ખાતે લોહાણા મહાજન તથા રઘુવંશી સમાજની વિવિધ સંસ્થાઓ દ્વારા અમરેલીના લાઠી રોડ ઉપર આવેલ પૂ. જલારામ મંદિર, લોહાણા મહાજન વાડી ખાતે આજે સંત શિરોમણી પૂ.જલારામ બાપાની રરપમી જન્મ જયંતિ ધામધુમ અને શ્રધ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. અત્રેના અમરેલીના લીલીયા રોડ ઉપર આવેલ હરીધામ ખાતે જલારામ ધૂન મંડળ દ્વારા પૂ. જલારામ બાપાને અન્નકુટ ધરાવાયો છે. જેમાં મોટીં સંખ્યામાં ભકતો જોડાયા છે.
સંત શિરોમણી પૂ.જલારામ બાપાની રરપમી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે આજે સવારે પૂ.જલારામ બાપાની પ્રાત:આરતી પ્રારંભ કરવામાં આવેલ. ત્યારબાદ આજે આખો દિવસ પૂ.જલારામ બાપાના દર્શન ભાવિકો માટે ખુલ્લા રહેશે. આજે બપોરના ચાર વાગ્યાના સમયે અમરેલીના લીલીયા રોડ ઉપર આવેલ હરીધામ ખાતેથી પૂ.જલારામ બાપાની શોભાયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવેલ હતું.
આ પૂ. જલારામ બાપાની શોભાયાત્રા ભીડભંજન ચોક, ડો. જીવરાજ મહેતા ચોક, ટાવર ચોક, હવેલી રોડ, લાયબ્રેરી ચોક, નાગનાથ મહાદેવ મંદિર થઈ અત્રેના હરિરામ બાપા ચોક ખાતે શોભાયાત્રા સંપન્ન થયેલ હતી. ત્યાંથી સૌ શિષ્ય પરિવાર અમરેલીના લાઠી રોડ ઉપર આવેલ પૂ. જલારામ મંદિર, લોહાણા મહાજન વાડી ખાતે પહોંચ્યા હતા. આ શોભાયાત્રામાં રઘુંવશી પરિવાર તથા શિષ્ય પરિવાર ઉપરાંત મોટી સંખ્યામાં કળશ ક્ધયાઓ તથા જલારામબાપાના વેશભુષા ધારણ કરેલાં બાલજલારામ જોડાશે.
ત્યાર બાદ અમરેલીના લાઠી રોડ ઉપર આવેલ પૂ. જલારામ મંદિર, લોહાણા મહાજન વાડી ખાતે પૂ.જલારામ બાપાની મહાઆરતી કરવામાં આવલ હતી. અને મહા આરતી સંપન્ન થયાં બાદ રઘુંવશી પરિવાર તથા શિષ્ય પરિવાર માટે સમૂહભોજન પ્રસાદ શરૂ કરવામાં આવેલ હતો. આ મહાપ્રસાદનો પણ મોટી સંખ્યામાં ભકતોએ લાભ લીધો હતો. તેમ લોહાણા મહાજનના પ્રમુખ જીતુભાઈ ગોળવાળાએ જણાવેલ છે.