લોગવિચાર :
ઇન્ટરનેટની દુનિયા ખૂબ જ અજીબ છે. જેમાં ઘણાં અવનવા અને ચોંકાવનારા વીડિયો વાઈરલ થતાં રહે છે. હાલ સોશિયલ મીડિયા પર આવો જ એક ઊંટનો વીડિયો ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. જેને જોઈને કોઈપણ પોતાનું માથું પકડી વિચારમાં પડી જશે કે, આ છે શું? આ વીડિયોમાં એક વ્યક્તિ બાઇક ચલાવી રહ્યો છે અને બીજો વ્યક્તિ પાછળ બેઠો છે, પરંતુ ચોંકાવનારી વાત તો એ છે કે, આ બંનેની વચ્ચે ઊંટ બેઠેલું છે. આ દ્રશ્ય જોઈને આસપાસથી પસાર થતાં લોકો પણ ચોંકી ગયાં છેવીડિયોમાં જોઈ શકાય છે કે, ઊંટને બાંધીને બાઇકમાં વચ્ચે બેસાડવામાં આવ્યું છે. ઊંટને આ પ્રકારે બાંધેલું જોઈને અમુક લોકો તેના પર ગુસ્સો કરતા અને બાઇક સવારને ખિજાતા જોવા મળી રહ્યા છે. વળી, અમુક લોકો આ દ્રશ્યને જોઈને આનંદ પણ લઈ રહ્યાં છે. હાલ આ વાતની હજુ સુધી જાણ નથી થઈ કે, વીડિયો કયારનો અને કયાંનો છે તેની જાણકારી તો હજુ સુધી નથી મળી શકી, પરંતુ આ વીડિયો ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છેસોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ વીડિયો @MeenaRamesh91 નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. વાઈરલ વીડિયો ફક્ત ૧૬ સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધી ૨ લાખથી વધારે લોકો જોઈ ચુકયા છે. જો કે, છસોથી વધારે લોકો પોસ્ટને લાઇક કરી રહ્યા છે. વીડિયો જોઈને યુઝરે ઘણી કોમેન્ટ્સ પણ કરી છે. એક યુઝરે કોમેન્ટમાં લખ્યું, ‘ઊંટને જ બાઇક પર જ બેસાડી દીધું' બીજા યુઝરે લખ્યું, આજે તો ઊંટને પણ બાઇક પર બેઠેલું પહેલીવાર જોયું, ત્રીજા યુઝરે લખ્યું, આ ઊંટને મોટરસાઇકલ પર આવી રીતે બાંધીને બેસવું, ઊંટની પ્રતિ નિર્દયતા છે. ચોથા યુઝરે લખ્યું,આ પ્રકારે જાનવરને હેરાન ન કરવું જોઈએ.