સ્કૂલ વાહનોને નિયમભંગ બદલ ડિટેઈન કરવામાં આવશે અને રજીસ્ટ્રેશન રદ કરાશે: વાહનવ્યવહાર વિભાગનો પરિપત્ર

તમામ આરટીઓને તાત્કાલીક વાહનોનું ચેકીંગ કરી વિગતવાર અહેવાલ આપવા સૂચના

લોગ વિચાર :

રાજયની શાળામાં બાળકોને લાવવા લઈ જતાં સ્કૂલ વર્ષીના વાહનોને લઈને રાજયના વાહન વ્યવહાર વિભાગ દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો છે. જેમાં બાળકોની સલામતીને લઈને કરવામાં આવેલા પરિપત્રની જોગવાઈના ભંગ બદલ વાહનને ડિટેન કરી રજિસ્ટ્રેશન સસ્પેન્ડ કરવા સુધીના પગલા લેવા આદેશ કરાયો છે.

ઉપરાંત સ્કૂલ વર્ષીના વાહનોનું ચેકિંગ કરી તે અંગેનો અહેવાલ પરત કરવા આટીઓને સૂચના આપી છે.આ ઉપરાંત વાહનોમાં ફાયર સંબંધિત સૂચનાઓનું પણ પાલન કરવા જણાવ્યું છે સ્કૂલ વર્ષીના વાહનોમાં ગતિ મર્યાદા નકકી કરવામાં આવેલી છે.

જેથી આરટીઓ દ્વારા ઈન્ટરસેપ્ટર વાહનોનો ઉપયોગ કરી ગતિ મર્યાદા ઉલ્લંઘનના કિસ્સામાં ગુનો નોંધવા જણાવાયું છે. નકકી કરેલી બેઠક સંખ્યા કરતા વધુ બાળકોને બેસાડવાના કિસ્સામાં એકસેસ પેસેન્જરનો ગુનો નોંધવા માટે પણ સુચના અપાઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, રાજયના વાહન વ્યવહાર વિભાગ દ્વારા સ્કૂલોના બાળકોને લાવવા-લઈ જવાના પરિવહનમાં માર્ગ સલામતી સુનિશ્ર્ચિત કરવા બાબતે વિસ્તૃત સૂચનાઓ આપવામાં આવેલી છે. જેમાં વાહનોને કયા પ્રકારનો કલર હોવો જોઈએ કયા પ્રકારનું લખાણ હોવું જોઈએ બાળકો સલામતી માટે કયા પ્રકારની વ્યવસ્થા હોવી જોઈએ.વાહનના કયા દસ્તાવેજો હોવા જોઈએ. વાહનમાં અન્ય કઈ આનુષંગિક સુવિધાઓ હોવી જોઈએ,આ બાબતે વિગતવાર સ્પષ્ટતા કરવામાં આવેલી છે.

આ પરિપત્રોનો અમલ કરવા માટે રાજયવાહન વ્યવહાર વિભાગ દ્વારા સુચનાઓ જાહેર કરવામાં આવી છે. વાહન વ્યવહાર વિભાગ દ્વારા આપવામાં આવેલી સુચનાઓ અનુસાર, સ્કૂલના બાળકોને લાવવા લઈ જવાના પરીહનમાં ઉપયોગમાં લેવાતી બસો વાન તથા ઓટોરિક્ષા માટે કલર બાહ્ય લખાણ, વાહનોમાં બાળકોની સલામતી માટે લગાવવામાં આવતા જરૂરી  સંસાધનો, આનુસંગીક સુવિધાઓ તથા વાહનોના ડ્રાઈવરો માટે આપવામાં આવેલી સુચનાઓ વિગેરેનું સઘન ચેકિંગ હાથ ધરવાનું રહેશે.

આ ચેંકિગનો અઠવાડીક અહેવાલ વાહન વ્યવહાર કમિશ્નરની કચેરીને મોકલી આપવાનો રહેશે. પરીપત્રની જોગવાઈઓના ઉલ્લેંઘનના કિસ્સામાં જરૂર જણાયે નિયમ અનુસાર સંબંધીત વાહનને ડિટેન કરી રજિસ્ટ્રેશન સસ્પેન્ડ કરવા સુધીના પગલા લેવાના રહેશે.