લોગ વિચાર :
કેન્દ્રિ ય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણસવ દ્વારા વરિષ્ઠ નાગરિકો (Senior citizens)ને ભારતીય રેલવે (Indian Railways)માં આપવામાં આવતી ખાસ સુવિધા અંગે મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે. કોરોના મહામારી પહેલાં ભારતીય રેલવેમાં સિનિયર સિટિઝ (Senior citizens)નોને ટિકિટમાં ખાસ ડિસ્કાેઉન્ટમ આપવામાં આવતુ હતું. પરંતુ કોરોનામાં આ ડિસ્કારઉન્ટિ બંધ કરી દેવામાં આવ્યું હતું. પરંતુ હવે રેલવે પ્રધાન દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ડિસ્કામઉન્ટડ ફરી એક શરૂ કરવામાં આવે એવી શક્ય તા છે.
ચાર વર્ષ બાદ આખરે સરકાર દ્વારા રેલવેમાં વરિષ્ઠ નાગરિકોને ટિકિટ ભાડામાં આપવામાં આવતી છુટને ફરી શરૂ કરવા માટે હિલચાલ કરવામાં આવી રહી છે. જો આવું થાય છે તો એ મોદી ૩.૦ સરકાર દ્વારા સિનિયર સિટિઝન મળનારી સૌથી મોટી ભેટ હશે.
એક અખબારમાં છપાયેલા અહેવાલમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે મોદી ૩.૦ સરકારમાં સિનિયર સિટીઝનોને રેલવેના ટિકિટભાડામાં આપવામાં આવતું ડિસ્કાિઉન્ટથ ચાર વર્ષ બાદ ફરી શરૂ કરવામાં આવી શકે છે. સમચારમાં એવો દાવો પણ કરવામાં આવ્યોક છે કે શરૂઆતના તબક્કામાં એસી કોચને બદલે સ્લી પર ક્લાટસમાં જ આ ડિસ્કાકઉન્ટક આપવા અંગે વિચારણા કરાઈ રહી છે.
મહત્ત્વની વાત એટલે રેલવે દ્વારા વરિષ્ઠ નાગરિકોને આપવામાં આવતી આ છૂટ એવા જ વરિષ્ઠ નાગરિકોને આપવામાં આવશે કે જેઓ આ છુટ મેળવવા માંગતા હશે. પહેલાંની જેમ ઉંમર લખાવતા જ રેલવે દ્વારા સામેથી વરિષ્ઠ નાગરિકોને ડિસ્કામઉન્ટા નહીં આપવામાં આવે. પરિણામે વરિષ્ઠ નાગરિકોએ ટિકિટ બુક કરાવતી વખતે રિઝર્વેશન ફોર્મની ડિસ્કાગઉન્ટવવાળી કોલમ ભરવી પડશે, તો જ તેઓ ડિસ્કાિઉન્ટદ માટે એલિજેબલ ગણાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના મહામારી પહેલાં રેલવે દ્વારા ૬૦ વર્ષથી ઉપરના પુરુષોને ટિકિટ ભાડામાં ૪૦ ટકાની અને ૫૮ વર્ષથી ઉપરની મહિલાઓને ૫૦ ટકા છુટ આપવામાં આવતી હતી. ૨૦૨૦માં કોરોના મહામારી દરમિયાન આ ડિસ્કા ઉન્ટન બંધ કરી દેવામાં આવ્યું હતું અને સંસદમાં આના પર સવાલો પણ ઉઠાવવામાં આવ્યાદ હતા. જેના જવાબમાં અશ્વિની વૈષ્ણમવે જણાવ્યું હતું કે પ્રવાસીઓને પહેલાંથી જ ૫૯,૮૩૭ કરોડ રૂપિયાની સબ્સિાડી આપવામાં આવે છે. રેલવે દ્વારા એક પ્રવાસી પર ૧૧૦ રૂપિયાનો ખર્ચ આવે છે, જયારે પ્રવાસી પાસેથી ૪૫ રૂપિયા જ લેવામાં આવે છે એવું પણ તેમણે વધુમાં જણાવ્યું હતું.